Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામકંડોરણામાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજન-બાઇક શોભાયાત્રા

જામકંડોરણા : વિજયાદશમી નિમિતે જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) સમાજ તેમજ જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રિય) યુવક મંડળ દ્વારા રાજપુત સમાજ જામકંડરોણા ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા ભરના રાજપુત સમાજના ભાઇઓએ હાજરી આપી હતી અને સમુહમાં શાસ્ત્રોકત વિધિથી શસ્ત્ર પુજન કર્યુ હતુ. બાદમાં બાઇક સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે રાજપુત સમાજથી પ્રસ્થાન થઇ પટેલ ચોક, અન્નપુર્ણા માતાજી મંદિર, ભાદરા નાકા બસ સ્ટેશન થઇ વાવડી ગામે થઇને સાતોદડ ગામે સભારૃપે પુર્ણ થઇ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાજપુત સમાજના ભાઇઓ જોડાયા હતા. (તસ્વીર :અહેવાલ : મનસુખભાઇ બાલધા - જામકંડોરણા)

(11:47 am IST)