Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જસદણમાં ૧૦૩ વર્ષ જૂની પ્રાચીનગરબીમાં નવરાત્રિની પૂર્ણાહુતિ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૬: જસદણ પંચ બ્રાહ્મણ સમાજ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં ૧૦૩ વર્ષથી બાળાઓ દ્વારા હિન્‍દુ સંસ્‍કૃતિને ઉજાગર કરે એવા રાસ-ગરબાઓ રમવામાં આવે છે અને ગરબીમાં હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ બાળાઓ તાલીરાસ, દાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ, દીવડારાસ વિવિધ પ્રકારના પ્રાચીન રાસ રમી ભારતીય સંસ્‍કૃતિને જીવંત બનાવી રહી છે અને શાસ્ત્રોક્‍ત વિધિ દ્વારા માતાજીની સ્‍તુતિ અને શ્‍લોક સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. આ ગરબીનું સંચાલન હરેશભાઈ ત્રિવેદી, નીમેષભાઈ શુકલ, સચિન ભટ્ટ, કિશોર વાધેલા ગીરીશભાઈ ભટ્ટ, રજનીભાઈ ત્રિવેદી, કમલેશભાઈ જીવાણી, વિનુભાઈ ચાવડા અને યાત્રિક કંસારા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે.

(11:52 am IST)