Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ડારી ગામે ભાગવત સપ્તાહની માહિતી આપવા કોન્ફરન્સ યોજાઇ

પ્રભાસ પાટણ તા ૬ : આજ રોજ શિશુ મંદિર ઈન્ટર નેશનલ સ્કૂલમાં આપ પ્રદેશ ઉપપ્રમુખ જગમલભાઈ વાળા દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં શિવમ ગ્રુપ આયોજિત શ્રી ૧૦૮ પોથી ભાગવત સપ્તાહના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહમાં ૨૦ હજાર લોકો બેસી સાંભળી શકે તેવી વ્યવસ્થા  કરવામાં આવેલ છે.જે તા.૭/૧૦/૨૨ થી ૧૩/૧૦/૨૨ સુધી ચાલશે જેનો સમય રોજ ર્ંસવારે ૯ થી ૧ રહેશે અને ત્યારબાદ તમામ લોકો માટે બપોરે ૧:૩૦ થી મહા પ્રસાદ રાખવામાં આવેલ  છે.

  જેમાં વકતા શ્રી ડૉ.મહાદેવ પ્રસાદ મહેતા છે. તેમજ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સરળતાથી આ સપ્તાહનો લાભ લઈ શકે તે માટે ટ્રાન્સપોર્ટશન ની વ્યવસ્થા પણ રાખેલ છે. તેમજ તા.૯/૧૦/૨૨ અને ૧૦/૧૦/૨૨ ના સવારે ૯ : ૩૦ થી ૨:૩૦ સુધી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે.તેમાં રાજકોટ અમદાવાદ તેમજ મુંબઈ થી પણ ડૉ.બોલાવવામાં આવેલ છે.તેમજ તા.૮ /૧૦/૨૨ ના કાન ગોપી રાસ થશે.

(12:06 pm IST)