Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડીયાના ગ્રામીણ વિસ્તારમાંૅ મતદાન જાગૃતતા માટે ઇવીએમ નિર્દશન કાર્યક્રમ

વડિયા : ચૂંટણી નજીક આવતા જ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા લોકશાહી દેશમાં દરેક વ્યકિત પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ને વધુને વધુ મતદાન કરી પોતાના પ્રતિનિધિ ની નિમણુંક માટે જાગૃત બને તેવા શુભ ઉદેશ થી મતદાન જાગૃતિ અને ઈવીએમ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. હાલ નવરાત્રીના તહેવારની ઉજવણી માં રાત્રીના સમયે નવરાત્રી પંડાલ માં લોકોનો જમાવડો જોવા મળે છે. ત્યારે વડિયા મામલતદાર નારણભાઇ ખોડભાયા અને તેમની ટીમ દ્વારા વડિયા જે ગામડાઓમાં ગત વિધાનસભા ચૂંટણીમાં નીચું મતદાન જોવા મળ્યું હતુ તે ગામડાઓમાં કુંકાવાવ નાની, નવા ઉજળા, અનિડા, અમરાપુર, સનાળા સહીત ના ગામોમાં નવરાત્રી માં ઈવીએમ નિદર્શન કરી લોકોને ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરવુ ? સાથે  પોતાના મત જે પાર્ટી ને આપ્યો છે તે વિવિપેટ મારફતે જોઈ શકાય તે બાબતે પણ જાગૃતતા લાવવા માં આવી હતી. ત્યારે આવનાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો જાગૃત બને અને વધુ મતદાન થાય તેવા પ્રયત્ન સાથે લોકોને મતદાન કરવાના પણ શપથ લેવડાવવા માં આવ્યા છે. ત્યારે આવનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારામતદાન જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવતા જોવા મળી રહ્યા છે.સમગ્ર કાર્યક્રમ નવરાત્રીમાં લોકો વચ્ચે જઈ લોકજાગૃતિ લાવવા વડિયા મામલતદાર નારણભાઇ ખોડભાયા,રાહૂલ જોશી સહીત વડિયા વહીવટી તંત્રની ટીમ દ્વારા મતદાન માટે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરતી જોવા મળી રહી છે.  (તસ્વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(2:58 pm IST)