Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઉપલા દાતારમાં શસ્ત્રપૂજન

જૂનાગઢ : કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્‍યા પર નવનાથ સિધ્‍ધ ચોર્યાસીનો અખંડ ધુણો આવેલ છે, ત્‍યાં દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરા મુજબ વિશ્વશાંતિ તેમજ વિશ્વ કલ્‍યાણ અર્થે દાતારની જગ્‍યાના મહંત શ્રી પૂજ્‍ય ભીમબાપુ દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આટલી ઊંચાઇ પણ ખૂબ જ બહોળી સંખ્‍યામાં દૂર-દૂરથી દાતાર સેવકો અને ભકતજનો ઉમટી પડયા હતા તેમજ હવન કાર્યમાં પવિત્ર દ્રવ્‍યોનો હોમ, પૂજા, આરતી તેમજ ધ્‍વજારોહણ જેવા કાર્યક્રમોનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહંત શ્રી ભીમબાપુ દ્વારા જગ્‍યાની પરંપરા મુજબ શષાપૂજનનો પણ એક કાર્યક્રમમાં મહંત શ્રી પૂજ્‍ય ભીમબાપુ શષાોનું પૂજન - અર્ચન કર્યું હતું તેમજ આ કાર્યક્રમો તેમજ દાતારના દર્શને પધારેલા સર્વે દાતાર સેવકગણ તેમજ ભકતજનો માટે સુંદર મજાના ભોજનપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલા સર્વે ભકતજનો તેમજ દાતાર સેવકગણે દાતાર બાપુના દર્શન તેમજ મહાયજ્ઞ અને ભોજનપ્રસાદનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી.(અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:48 pm IST)