Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ખોડીયાર ગ્રૃપ યુવક મંડળ જુનાગઢ દ્વારા અનાજ-મીઠાઇ વિતરણ

 જુનાગઢઃ  ખોડીયાર ગળપ યુવક મંડળ ટ્રસ્‍ટ - જુનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને આ વખતે ઓકટોબર  મહિનામાં  આદર્શ પ્રાયમરી સ્‍કુલ, દુબડી પ્‍લોટ, ગરબી ચોક - જુનાગઢ ખાતે જરૂરીયાતમંદ ૫૦ કુટુંબોને વિનામુલ્‍યે ઘઉં, ચોખા, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ખીચડી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, ચણા, ચણાની દાળ, કપડાં ધોવાનો સાબુ, ન્‍હાવા નો સાબુ, મીકસ મીઠાઈ, ચવાણું, ફરાળી ચેવડો, ભાવનગરી ગાંઠીયા, સાદી સેવ, પારલે બિસ્‍કીટ, મમરા, વગેરે કુલ ૨૧આઈટમ  આપવામાં આવેલ હતી. આ અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ પ્રસંગે ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી, કોમી એકતા રાષ્‍ટ્રીય એકતા સમિતિ - જુનાગઢ નાં પ્રમુખ  બટુકભાઈ મકવાણા, એડવોકેટ  જીસાનભાઈ હાલેપૌત્રા, મુન્નાભાઈ કાદરી, સલીમભાઈ ગુજરાતી, સોહિલભાઈ સીદીકી, વજુભાઈ ઘકાણ, હર્ષભાઈ ઠાકર, નિર્મળાબેન ઘકાણ, રોહિણીબેન આચાર્ય, તરૂબેન ગઢીયા, જયબેન ગાલોરીયા, રમીલાબેન ઘુચલા, કુમુદબેન ઠાકર, રેખાબેન સ્‍વાદીયા, દેવીબેન દવે, મિતલબેન રાડા, ભાવનાબેન કે.વૈશ્નવ, રોશનીબેન ઘુચલા, ઈન્‍દુબેન ખાણદર, વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:02 pm IST)