Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સાવરકુંડલાઃ કોંગ્રેસ પક્ષે કોઇ જાતિ-સમાજ સાથે ભેદભાવ રાખ્‍યા નથી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૬ :.. દલિત સત્‍યાગ્રહ સંમેલનમાં ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખે જણાવ્‍યું હતું કે કોંગ્રેસ પક્ષ ઉચ્‍ચ જ્ઞાતિ હોય, દલિત હોય કે આદિવાસી હોય, પછાત કે પછી મુસ્‍લિમ હોય તમામ સર્વ ધર્મના જ્ઞાતિ અને જાતીના લોકોનો કોંગ્રેસ પક્ષ પ્રતિનિધિત્‍વ કરતું આવ્‍યુ છે અને કોંગ્રેસ પક્ષે કોઇ પણ જાતિ કે સમાજ સાથે ભેદભાવ રાખ્‍યા નથી.

કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તમામ જ્ઞાતિઓ પછી તે સવર્ણ, દલિત, આદિવાસી પછાત કે લઘુમતી સમાજ હોય તમામનો એકધારો  સમાંતર વિકાસ કરશે. કોંગ્રેસના જે વાયદાઓ છે કે ૩૦૦ યુનિટ વિજળી ફ્રી, રૂા. પ૦૦ માં ગેસ સીલીન્‍ડર, રૂા. ૧૦૦૦ મહિલાઓને પેન્‍શન તેમજ  બીજા પાંચ મુદ્‌્‌ાઓ વિશે પણ અમે કટિબધ્‍ધ છીએ.

લોકોમાં મોંઘવારી, બેકારી અને બેરોજગારીનુ દૂષણ ઉધઇની જેમખૂપી ગયું છે અને પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસ, ખાદ્ય તેલ, સીએનજી-પીએનજી તેમજ ખાદ્ય પદાર્થોના ભાવો આસમાનને આંબી રહ્યા છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે. આજે અમો પ્રજાની વચ્‍ચે જઇએ છીએ તો લોકોમાં ભાજપ પ્રત્‍યે જનઆક્રોશ ભભૂકી રહ્યો છે.

કોરોના મહામારી સમયે લોકોને હોસ્‍પિટલમાં બેડ માટે ફાંફાં મારવા પડતા હતા અને હોસ્‍પિટલોની બહાર પણ રસ્‍તાઓ ઉપર દર્દીઓ ઓકસીજન વિના ટળવળતા હતા. હદ તો એ વાતની છે કે સ્‍મશાન અને કબ્રસ્‍તાનમાં પણ લોકોને પોતાના સ્‍વજનોને ગુમાવ્‍યા પછી અંતિમક્રિયા અને દફનાવવા માટે ૮ થી ૧૦ કલાક રાહ જોઇ લાઇનમાં લાગવું પડતુ હતું.

(1:53 pm IST)