Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

માળીયાહાટીનાનો દસ વર્ષનો આયુષ ઓપન ચેસ સ્‍પર્ધામાં પ્રથમ

 (મહેશ કાનાબાર દ્વારા)માળીયા હાટીના તા.૬: ઇન્‍સ્‍પાયર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ કેશોદ દ્વારા  ઓપન ચેસ ટુર્નામેન્‍ટનું આયોજન કરેલ હતું. જેમાં કુલ ૪૦ થી પણ વધારે સ્‍પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં અંડર ૧૨માં માળીયા હાટીનાનો ૧૦ વર્ષના બાળક આયુષે પ્રથમ નંબર મેળવેલ છે માળીયા તથા લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારે છે. ટ્રસ્‍ટી દ્વારા આયુષ કારીયા ને મોમેંટો આપી સન્‍માનિત કરેલ છે. આયુષ  રમત ગમત માં પણ હોશિયાર છે છેલ્લા ૫ વર્ષ થી યોજાતી તમામ સ્‍પર્ધામાંઆયુષ કારીયા ભાગ લઇે અને પ્રથમ નંબર પણ મેળવેલ છે.

(1:53 pm IST)