Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રિબડીયાના રાજીનામાના પગલે કોંગ્રેસ એક્‍શન મોડમાં: તાબડતોબ બેઠક યોજાઇઃ જિલ્લા-તાલુકાના કોંગ્રેસ પ્રમુખોના નામો જાહેર કરાયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૬: હર્ષદ રિબડીયાના કોંગ્રેસ છોડવાના પગલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોંકિયા તથા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલિયા પક્ષ છોડી રહ્યા છેઃ

જેથી જિલ્લા કોંગ્રેસની તાબડતોબ બેઠક બોલાવાઇઃ પ્રદેશ પ્રભારી હીરાભાઇ જોટવાની ઉપસ્‍થિતિમા જૂનાગઢના ધારાસભ્‍ય ભિખાભાઇ જોષીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ બેઠકમાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખપદે ભરતભાઇ અમીપરા તથા ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે નિતિનભાઇ રાણપરિયાની નિમણૂંક કરાઇ છે.

(1:54 pm IST)