Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વીરપુરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત દ્વારા શસ્ત્રપૂજન

વીરપુર (જલારામ):વીરપુર જલારામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સંસ્‍કૃતિ અને પરંપરાગત શાષાોક્‍ત વિધિવત રીતે શષા પૂજન કરવામાં આવ્‍યું હતું.ધર્મ પરંપરાગત મુજબ શાષાોક્‍ત વિધિથી શષાોનું પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું અને પૂજા દરમિયાન એવી પણ નેમ લેવામાં આવી છે કે જયારે જયારે આ દેશને જરૂર પડશે ત્‍યારે ક્ષત્રિયો ધર્મના રક્ષણ કાજે શાસ્ત્રો ઉઠાવશે અને અધર્મ સામે લડશે તેવું પણ નેમ આ તકે ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા લેવામાં આવી હતી, તેમજ ક્ષત્રિય રાજપૂત યુવાનો દ્વારા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓનું મ્‍યુઝિયમ સત્‍વરે બનાવવામાં આવે અને અખંડ ભારતના એકીકરણ માટે જેમને સૌ પ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું તેવા ભાવનગરના રાજવી શ્રી કૃષ્‍ણકુમારસિંહજીને ભારત રત્‍ન એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ પણ કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ કિશન મોરબીયા-વીરપુર)

(1:55 pm IST)