Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબી પંથકમાં અપમૃત્‍યુના ત્રણ બનાવ

ઉંચી માંડલ ગામે મહેન્‍દ્રભાઇ ભોરણીયાએ ઝેરી દવા પી આયખુ ટૂંકાવ્‍યું : પીપળીયા પાસે ટ્રક પરથી પડી જતા સુનિલકુમાર અને ઝૂલતા પૂલ પાસે વિજશોક લાગતા પ્રકાશ વાઢેરનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબી પંથકમાં અપમૃત્‍યુના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં રવાપર રોડ પર આવેલ મધુસુદન હાઇટસમાં રહેતા ૪૫ વર્ષીય મહેન્‍દ્રભાઇ રમેશભાઇ ભોરણીયાએ અગમ્‍ય કારણોસર ઉચી માંડલ ગામ પાસે મોરબી-હળવદ રોડ નજીક ᅠઝેરી દવા ગટગટાવી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ᅠ

બીજા બનાવમાં મૂળ ઉતરપ્રદેશના રહેવાસી ૪૬ વર્ષીય સુનીલકુમાર કમલાપ્રસાદ દુબે પીપળીયા ચાર રસ્‍તા પાસે અર્જુન એન્‍ટરપ્રાઇઝ કોલસાના ડેલાની બહાર રોડ ઉપર ટ્રકમાં તાલપત્રી ઢાકવા જતાં હતા. એ સમયે અકસ્‍માતે ટ્રક ઉપરથી નીચે પડી જતા તેને સ્‍થાનિકો દ્વારા મોરબીની સરકારી હોસ્‍પીટલમાં ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ફરજ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં મોરબીના ઝૂલતાપૂલ મયુર ડ્રાઈવ રોડ દરબારગઢમાં રહેતા ૨૨ વર્ષીય યુવક ᅠપ્રકાશભાઈ માલાભાઈ વાઢેરને ઝૂલતા પૂલ પર પોતાના કામના સ્‍થળે વીજશોક લાગ્‍યો હતો. જેથી તેણે મોરબીની આયુષ હોપિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જયાં ફરજ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને થતા પોલીસ નોંધ કરી ᅠકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:03 pm IST)