Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે નારણભાઇ કાછડીયાની રજુઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૬ : અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા અમરેલી જીલ્લામાં ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવથી મગફળી ખરીદીની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા બાબતે ગાંધીનગર ખાતે કષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવેલ છે.

આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સરકારશ્રી તરફથી આગામી સિઝનમાં ટેકાના ભાવથી મગફળી ખરીદવાની કરવામાં આવેલ જાહેરાતના અનુસંધાને મગફળી વેચવા માટેની ઓનલાઈન રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા તા. રપ/૦૯/ર૦રર થી ચાલુ થયેલ છે. પરંતુ હાલ જીલ્લામાં વિલેજ સાહસીક એમ્‍પ્‍લોય (વી.સી.ઈ.)ની હડતાલના હોવાના કારણે જીલ્લાના ખેડૂતો ઓનલાઈન રજીસ્‍ટે્રશન કરાવી શકતા નથી. તેથી આ અંગે વૈકલ્‍પીક રસ્‍તો કરવા માટે રજૂઆત કરતા મંત્રી  રાઘવજીભાઈ દ્વારા જીલ્લા કલેકટરશ્રી સાથે ટેલીફોનીક વાત કરી અમરેલી જીલ્લામાં ઓનલાઈન રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા માટે તાત્‍કાલીક નવા ઓપરેટસૅને આઈ.ડી./પાસવર્ડ આપી વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ઉભી કરવા તાકીદ કરવામાં આવેલ છે.

સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, આ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા આગામી તા. ૧૦/૧૧/ર૦રર સુધી ચાલુ રહેવાની હોવાથી જીલ્લાના તમામ ખેડૂતોની સોએ સો ટકા મગફળીની રૂા. ૧૧૭૦ ના ભાવ લેખે ખરીદી સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તેથી અમરેલી જીલ્લાના ખેડૂતોએ બીલકુલ ગભરાવાની કે પેનીક થવાની જરૂર નથી.

(2:09 pm IST)