Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સાડીનો છેડો બાઇકમાં આવી જતા પટકાયેલા વિપ્ર મહિલાનું મૃત્‍યુઃ દ્વારકાનો બનાવ

જામખંભાળિયા તા.૬ : દ્વારકામાં સનાતન આશ્રમના પાછળના ભાગે રહેતા હિનાબેન અમૃતભાઇ દામજીભાઇ ભટ્ટ નામના ૬૦ વર્ષના બ્રાહ્મણ મહિલા તેમના પુત્ર અજયભાઇ સાથે મોટર સાયકલ પર બેસીને જઇ રહયા હતા. ત્‍યારે દ્વારકાથી આશરે ૧૦ કિલોમીટર દુર ગોરીંજા ગામની ગોલાઇ પાસે પહોંચતા હીનાબેને પહેરેલી સાડીનો છેડો  મોટર સાયકલના પાછળના  વ્‍હીલમાં આવીજતા તેઓ બાઇક પરથી ફસડાઇ પડયા હતા અને તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થવા પામી હતી. ડાયાબીટીસ તથા બીપી જેવી બીમારી ધરાવતા હીનાબેન ભટ્ટનું મૃત્‍યુ નીપજયુ હતુ. આ બનાવની જાણ મૃતકના પુત્ર અજયભાઇ અમૃતભાઇ ભટ્ટે દ્વારકા પોલીસને કરી છે.

(2:57 pm IST)