Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ખંભાળીયા નજીકથી ૧૨.૯૭ લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૬ : પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય ના.પો.અધિ.  હિરેન્‍દ્ર ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ  ભોરાભાઇ ભોજાભાઇ જામ રહે.પીપળીયા ગામ વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા તથા સાજાભાઇ દેવાણંદભાઇ સાખરા રહે.હરસિધ્‍ધીનગર રાધે કિષ્‍ના મંદિરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાઓ પાસેથી આજદીન સુધી નીચેની વિગતો ઇગ્‍લીંશ દારૂનો જથ્‍થો પકડી પાડેલ છે. તપાસ દરમ્‍યાન કુલ ઇગ્‍લીંશ દારૂનો બોટલો નંગ-૧,૯૮૦ કુલ કિ.રૂ.૭,૯૨,૦૦૦/- તથા અન્‍ય મુદામાલ કિ.રૂ.૫,૦૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ&.૧૨,૯૭,૫૦૦/- મુદામાલ કબ્‍જે કરેલ છે.

 આ કામગરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી પી.એમ.જુડાલ, એ.એસ.આઇ. દિપકભાઇ સોમાભાઇ રાવલીયા,  પો.હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર,  પો.હેડ.કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર , પો.હેડ.કોન્‍સ. પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિહ દિલીપસિંહ ઝાલા, પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા, પો.કોન્‍સ. રામદેભાઇ મારખીભાઇ કરંગીયાએ કરી છે.

(2:16 pm IST)