Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભુજમાં વીજકરંટ લાગતાં ૭૦ વર્ષિય વૃધ્ધનું ઘટના સ્થળે મોત: અરેરાટી

લખુરાઈ ચાર રસ્તા પાસે પાણીની મોટર ચાલું કરવા જતાં વીજ કરંટ લાગ્યો

ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે પાણીની મોટર ચાલું કરવા જતાં લાગેલા વીજ કરંટથી ૭૦ વર્ષિય વૃધ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. મરણ જનાર ઉમરભાઈ સુલેમાન સરકીને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ આજે બપોરે ત્રણથી સાત વાગ્યાના અરસામાં ગમે ત્યારે બન્યો હોવાનું મૃતકના પુત્ર મુસ્તાકે ભુજ બી ડિવિઝન પોલીસને જણાવ્યું હતું.

(12:18 am IST)