Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણી માટે સરપંચ માટે ૯૮ તથા સભ્યો માટે ૫૦૧ ફોર્મ ભરાયા : ભૂતકોટડા ગામે એક પણ ઉમેદવારે સરપંચનું ફોર્મ ભરેલ નથી

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા,તા.૬:  ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ માટે ૯૮ તથા સભ્યો માટે ૫૦૧ કુલ ફોર્મ ભરાયેલ છે. ભૂતકોટડા ગામે એક પણ ઉમેદવારે સરપંચ નું ફોર્મ ભરેલ નથી .

ટંકારા તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતોને ચૂંટણી યોજાઇ રહેલ છે. તેમાં વર્ષ ૨૦૧૬માં ૧૬ ગ્રામ પંચાયતો સામાન્ય સમરસ તથા ૩ ગ્રામ પંચાયત મહિલા સમરસ બનેલ. આ વર્ષ ૨૦૨૧ માં ૧૮ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થશે ,સત્ત્।ાવાર તારીખ ૭ ના રોજ સમરસ ગ્રામ પંચાયતો જાહેર થશે. આજે તારીખ ૪ ના રોજ ફોર્મ ભરવા માટે ભારે ધસારો થયો હતો સરપંચ માટેના ૪૧ ફોર્મ તથા સભ્યો માટે ૨૩૬ ફોર્મ ભરાયેલ. સરપંચ માટે કુલ ૯૮ ફોર્મ ભરાયેલ જયારે સભ્યો માટે ૫૦૧ ફુલ ફોર્મ ભરાયેલ છે.

ટંકારા ગ્રામ પંચાયત ના સરપંચ માટે ૪ ફોર્મ ભરાયેલ છે. ગોરધનભાઈ દેવજીભાઈ ખોખાણી, હબીબભાઈ ઈશાભાઈ અબ્રાણી સિરાજ ઈબ્રાહીમ અબ્રાણી એ પોતાની સભ્યોની પેનલ સાથે ફોર્મ ભરેલ છે. દેવજીભાઈ મોતીભાઈ વડઘાસીયા એ સરપંચ માટેનું ફોર્મ ભરેલ છે. હબીબભાઈ તથા સિરાજભાઈ કાકા - ભત્રીજા છે. ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સરપંચ માટે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.

ટંકારામાં ત્રીજી પેઢી સરપંચની ચૂંટણી લડશે ટંકારામાં ઈશાભાઈ મુસાભાઇ તથા તેના પુત્ર ઇબ્રાહિમ ઈશા ભાઈ એ સરપંચ તરીકેની ફરજ બજાવેલ છે હવે ત્રીજી પેઢીના સિરાજ ઈબ્રાહીમ અબ્રાની સરપંચ માટેની ચૂંટણી લડી રહેલા છે.

આજે ફોર્મની ચકાસણી કરાશે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

(1:06 pm IST)