Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વાંકાનેર તાલુકાની ર૧ ગ્રામ પંચાયતો બીનહરીફ જાહેર થઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૬: તાલુકા પંચાયતની ૮૪ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૨૧ પંચાયતો બીનહરીફ થઇ છે. જેમાં પ્રથમ વાલાસણ ગ્રામ પંચાયત તથા તેની પેનલના સરપંચ પદે કડીવાર બશીર ફતેમામદ કે જેઓ ભાજપ પ્રેરીત પેનલ હોઇ બીનહરીફ થઇ છે.

 એ જ રીતે સરધારકા ગ્રામ પંચાયતના ભાજપ પ્રેરીત સરપંચ રાજેન્દ્રબા એમ.ઝાલા અને તેની આખી પેનલ સમરસ થઇ છે. જયારે વાંકાનેર તાલુકાના કાનપરની ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અસ્માબેન મહેબુબભાઇ બાદીની પેનલ સમરસ થઇ છે.

તાલુકાના લાહા ભોજપરાની ગ્રામ પંચાયતની ચુંટણીમાં નાની એવી પંચાયતમાં ભાજપના વાદી સરપંચ પદે અને બે સભ્યો ઉમેદવારી કરતા બીનહરીફ થતી પંચાયતની હવે ચુંટણી થશે.

(11:48 am IST)