Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વાંકાનેર તાલુકાની ૮૪ ગ્રામ પંચાયતોની ચુંટણીના ૧૧૭૪ વોર્ડ માટે ૧૪૬૪ ફોર્મ ભરાયા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૬: તાલુકાની ૯૦ જેટલી ગ્રામ પંચાયતોમાં હાલ ૮૪ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૧૧૭૪ વોર્ડમાંથી ૧૪૬૪ ફોર્મ ભરાયા છે અને ૮૪ પંચાયતોમાંથી કુલ ૨૯૦ સરપંચના ફોર્મ ભરાયા છે. તે તમામ ફોર્મની ચકાસણી આજે થશે. તેમાંથી ૧૯ જેટલી ગ્રામ પંચાયતો સરપંચ સહીત બીનહરીફ થશે. જેમાં વાલાસણ, કોટડાનાયાણી, કણકોટ, રાજાવડલા, કોઠી, સમઢીયાળા, જાલીડા, વીડી, જાંબુડીયા, પલાંસ, વીઠ્ઠલપર, લાકડધાર, ઢુવા, વિનયગઢ, વિઠલગઢ, ભલગામ, હોલમઢ, વાંકીયા, પ્રતાપગઢ, ખેરવા, કાનપુરની ગ્રામ પંચાયતોનો સમાવેશ થશે. તાલુકાભરની ગ્રામ પંચાયતોમાંથી સૌથી વધુ પીપળીયારાજમાં ૩૯ સભ્યોના ફોર્મ ભરાયા છે. જયારે તિથવા ગ્રામ પંચાયતમાં ૩૬ સભ્યોએ ફોર્મ ભર્યા છે. તેજ રીતે પાંૅચ દુવારકા ગ્રામ પંચાયતમાં ૩૪ ફોર્મ, લુણસર ગ્રામ પંચાયતમાં ૩૩, રૂપાવટી ગ્રામ પંચાયતમાં ર૮, માટેલ-વીરપરમાં રપ ફોર્મ જયારે મહિકા ગ્રામ પંચાયતમાં ૩ર, રાતીદેવળીમાં ૩૩ ફોર્મ ભરાયા છે.

વાંકાનેર તાલુકામાં સૌથી ઓછા ફોર્મ માત્ર ૧ર ફોર્મ રંગપરમાં ભરાયા છે. છેલ્લે મળતી માહીતી મુજબ સરધારકા ગ્રામ પંચાયત આખી સમરસ એટલે કે બીન હરીફ થઇ છે. જે ૮૪ ગ્રામ પંચાયતોમાં ર૦ ગ્રામ પંચાયતોના સમરસ થવાના અહેવાલો મળે છે. આજે તા.૬-૧રને સોમવારે ચકાસણીનો છેલ્લો દિવસ છે.

(11:52 am IST)