Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

INS વાલસુરા ખાતે નેવી ડેની ઉજવણી : રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી બેન્ડની મધુર સુરાવલી અને દિલધડક કરતબો બન્યા આકર્ષકનું કેન્દ્ર

જામનગરઃ INS વાલસુરા ખાતે નેવી ડે ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બીટીંગ રીટ્રીટ તેમજ સનસેટ સેરેમની સહિતના વિવિધ ધ્યાન આકર્ષક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નેવી ડે ની ઉજવણીમાં નેવીના જવાનો દ્વારા યોજાયેલ બેન્ડની સુરાવલીઓ તેમજ દિલધડક કરતબોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉજવણી અંતર્ગત નેવીના જવાનો દ્વારા બેન્ડ પરફોર્મન્સ, એન.સી.સી. કેડેટ્સ દ્વારા ડ્રિલ, કન્ટિન્યુટી ડ્રિલ, વોલ્ટ ડિસ્પ્લે, માનવ પિરામીડ, બીટિંગ રિટ્રીટ, મસાલ ડિસ્પ્લે, સનસેટ સેરેમની, સેન્ડ આર્ટ શો, ફાયર ક્રેકર ડિસ્પ્લે તેમજ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી બેન્ડ સુરાવલીઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સૌ કોઇએ મનભરીને માણ્યા હતા તેમજ પ્રશંસા કરી હતી. કમાન્ડિંગ ઓફિસર ગૌતમ મારવાહાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)