Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો ઇનપુટ ડીલરના તાલીમ કોર્ષનો સમાપન કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્રના ૪૯૮ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ અપાયા

જૂનાગઢ તા.૬: કૃષિ યુનિવર્સિટી, ખાતે સૌરાષ્ટ્ર વિસ્તારનાં બીજી બેચનાં ૪૯૮ અગ્રો ઈનપુટ ડીલરનો ત્રણ મહિનાના સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ થતા તેમની વિદાય અને પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે સંબોધતા કાર્યક્રમના ઉદ્દદ્યાટક અને કુલપતિ ડો.એન.કે.ગોટીયાએ જણાવ્યું કે, તમે દ્યણા સમય પછી ભણવા આવ્યા હશો. તમે જે  કોર્ષ ભણ્યા છે તે તમારા માટે પ્રેરણારૂપ અને મહત્વનો પુરવાર થશે. ખેડૂતો હાલ જાગૃત થયા છે અને વૈજ્ઞાનિક રીતે ખેતી કરતા થયા છે. છતાં ખેડૂતો તમોને પૂછીને જ ૮૦% ખેતી કરે છે. આ કોર્ષમાં પાક સંરક્ષણમાં જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, નિંદામણ નાશક દવાઓ, તેમને લગતા કાયદાઓ તથા અલગ-અલગ સંશોધનોનાં ફાર્મનું જ્ઞાન મેળવ્યું હતું. આદ્રષ્ટીએ તમારી ભૂમિકા મહત્વની છે.

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા જણાવ્યું કે, આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જમીન રસાયણ, જુદા-જુદા કાયદાઓ,  ખેડૂત લક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ખેતીને આધુનિક બનાવવા માટે ખેડૂતોને મંુજવતા પ્રશ્નોનું નિરાકરણ પણ થવું જોઈએ અને છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીથી વાકેફ કરવા જોઈએ. ઓલ ઈન્ડીયા એગ્રો ડીલર એસોસીએશનના મંત્રીશ્રી અરવિદભાઈ ટીંબડીયાએ જણાવ્યુ કે, તમોએ અભ્યાસક્રમ કરેલ આ અહીં પૂરું થઇ જતું નથી પણ હવે તમારો યુનિવર્સિટી સાથેનો સબંધ બધાણો છે. તો તમારે યુનિવર્સિટીના સંપર્કમાં રહેવું જોઈએ. તમારા માટે યુનિવર્સિટીના દ્રાર ખુલ્લા છે. તમારે યુનિવર્સીટીમાં સમયાનુસાર મુલાકાત લેવાથી  યુનિવર્સિટીની ખેતીલક્ષી નવી ટેકનોલોજીથી વાકેફ થાવ. આ પ્રસંગે સહ વિસ્તરણ નિયામક અને કોર્ષ-કોર્ડીનેટર ડો.જી.આર.ગોહિલ સ્વાગત કરતા કહ્યું કે, અહીથી મેળવેલ  જ્ઞાનનો સદઉપયોગ કરી ખેતી ખર્ચ દ્યટાડવામાં મહત્વનો પુરવાર થશે. આ પ્રસંગે જુદા જુદા સેન્ટરના ડીલરોએ મંચસ્થ મહાનુભાવોનું સાલ ઓઢાડી, મોમેન્ટો આપી બહુમાન કર્યુ હતું.

આ પ્રસંગે જૂનાગઢ એગ્રો ડીલર એસોસીએશનના પ્રમુખ રસિકભાઈ બાથાણી, વિનુભાઈ બારસીયા, કિસન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોળીયા, જીનેટિક ઓર્ગેનિક પ્રા.લી.નાં ગૌરવ ભીમાણીએ દરેક ડીલરને ગીફ્ટ આપી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.પીન્કીબેન શર્મા અને સાવનભાઈ ભાભોર તથા ઓફીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો.વાય.એચ.દ્યેલાણીએ કર્યુ હતું.

(12:55 pm IST)