Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબી સિરામિક ઉદ્યોગના વિકાસ માટે સરકારનો ખૂબ સહકાર હતો, છે અને રહેશે : મેરજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૬: મોરબી સિરામિક ઉદ્યોગના વિકાસ માટે સરકારનો ખુબ સહકાર હતો, છે, અને રહેશે. મેરજા.

મોરબી સીરામીક એસોસિએશનના સ્નેેહમિલન કાર્યક્રમમાં પ્રમુખ નિલેશ જેતપરીયાએ નેચરલ ગેસના અસહ્ય ભાવવધારાથી ભીંસમાં મુકાયેલા સીરામીક ઉધોગને બચાવવા માટે સરકાર સમક્ષ કરી માગણી મોરબી સીરામીક એસોસિએશન પરિવારનું સ્નોહમિલન લીલાપર ખાતે આવેલા જીવરાજભાઈ ફૂલતરિયાના ફાર્મ હાઉસમાં યોજાયું હતું. આ તકે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસમાં સતત અસહ્ય ભાવવધારાને કારણે સીરામીક ઉધોગને મોટો માર પડ્યો છે. આથી હાલમાં જે સીરામીક ઉધોગ કપરી પરિસ્થિતિમાં છે તેને ઉગારવા માટે સરકાર એલએનજી ગેસની મંજૂરી આપે તો સીરામીક ઉધોગને મોટી રાહત થશે.

મોરબી સીરામીક એસોસિએશનના સ્નોહમિલનના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, સીરામીક ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા, પરસોત્તમભાઈ વરમોરા, વેલજીભાઈ ઉઘરેજા, મુકેશભાઈ ઉઘરેજા, સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયા, મુકેશ કુંડારિયા, વિનોદ ભાડજા, કિરીટ પટેલ સહિતના મોટી સંખ્યામાં સીરામીક ઉધોગપતિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ કહ્યું હતું કે, સરકાર એલએનજી ગેસને મંજૂરી આપે તો સીરામીક ઉદ્યોગ હરણફાળ વિકાસ કરી શકે એમ છે. ગુજરાત ગેસનો હાલ જે દબદબો કે એકહથ્થુ શાસન છે. તેમાં હવે અન્ય કોઈ ગેસ કંપનીને મંજૂરી અપાઈ તો સીરામીકને હાલની કપરી સ્થિતિમાં મોટી રાહત થશે અને કોલગેસમાં સીરામીક એકમોને જે દંડ ફટકાર્યો છે.તેમાં પણ સરકાર ફેર વિચારણા કરી સીરામીક ઉધોગના હિતમાં નિર્ણય લે તેવી તેઓએ માંગ કરી છે.

જ્યારે સીરામીક અગ્રણી ગોવિંદભાઈ વરમોરાએ કહ્યું હતું કે, રાજકીય રક્ષણ વગર ઉધોગ ચલાવવાનો કઠિન છે. અને રાજકીય રક્ષણ પૂરું મળે છે. સીરામીક પ્રશ્નોનો પણ યોગ્ય ઉકેલ આવે છે. રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ઉધોગકારો જે કામ સોંપે તે કામ કરવા સરકાર તત્પર છે. સીરામીક ઉધોગના પ્રશ્નોને સરકાર વાચા આપીને તેના વિકાસ માટે ભગીરથ પ્રયાસો કરે છે.

આ ઉપરાંત સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, સીરામીક ઉધોગમાં સંપ અને એકતા હોવાથી હજુ પણ વધુ વિકાસ કરવા પ્રયત્નશીલ છે. બીજા ઉધોગમાં આવો અભાવ હોવાથી બંધ પણ થઈ ગયા છે. પણ સીરામીક ઉધોગકારોની મહેનત અને એકતાને કારણે દેશ જ નહીં મોરબી વિશ્વમાં પણ સારી નામના ધરાવે છે. આ એક જ એવો ઉધોગ છે કે પાયા નંખાઈ ત્યાં જ વીજ જોડાણ મળી રહે છે. એટલે સરકાર પ્રયત્નશીલ જ છે અને કરેલા કાર્યોને ઉધોગકારોએ ન ભૂલીને બાકીના પ્રશ્નો ઉકેલવવા સરકાર સમર્થ છે અને મોરબીના તમામ.પ્રશ્નો ે ઉકેલાઈ જવાની પણ તેમણે ખાતરી આપી હતી.

(12:56 pm IST)