Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શહેર ભાજપ દ્વારા 'હર ઘર દસ્તક' કાર્યક્રમ

 બાબરા ના બધા જ વોર્ડ અને બૂથમાં એક સાથે કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે અને રસીકરણ થયું છે કે નહી તેની પૂછપરછ કરશે અને ના થયું હોય તેને રસી આપવાની વ્યવસ્થા કરશે. ૩૧ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતનું ૧૦૦% રસીકરણ કરવાનું ધ્યેય છે. બાબરાના અલગ અલગ બૂથમાં એક સાથે આ કાર્યક્રમ શરૂ કરેલ છે. જેમાં જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા, નગરપાલિકાના પ્રમુખ લલીતભાઇ આંબલીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, મહામંત્રી બીપીનભાઇ રાદડીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભુપતભાઇ બસીયા, પ્રભારી રંજનબેન ડાભી, જીલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી સહીત આગેવાનો, કાર્યકર્તાઓ નગરપાલિકાના સભ્યો જોડાયા હતા.

(12:56 pm IST)