Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ચાદર ગેંગના આરોપી જૂનાગઢ પોલીસની રિમાન્ડમાં

એનક રાજ્યોમાં ચોરીઓ કરી છે : સંપૂર્ણ રસપ્રદ મોડ્સ ઓપરેન્ડી બહાર આવી : ૧૭ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૬ : તાજેતરમાં જૂનાગઢ શહેરમાં મોબાઇલની દુકાનમાં થયેલ મોબાઈલ ફોનની ચોરીના ગુન્હામાં જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાંસમ શેર્ટ્ટીં તથા જૂનાગઢ ડિવિજન ના ડીવાયએસપી -દીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ આઇ.ભાટી તથા સ્ટાફ દ્વારા અમદાવાદના નારોલ ખાતેથી બાતમી આધારે બિહાર રાજ્યની ચાદર ગેંગના આરોપીઓ  (૧) ગોવિંદ મદન શાહ રહે. ઘોડાસહન ગામ , સરસ્વતી ચોક , થાના- ધોડાસહન તા.ઘોડાસહન જી. ઇસ્ટ ચંપારણ ( મોતીહારી ) રાજય બિહાર, (૨) નિજામુદીન હલીમ મીયા દરજી જાતે મુસ્લીમ રહે. ઘોડાસહન ગામ, જોડા મંદિર પાસે , તા. ઘોડાસહન જી. ઇસ્ટ ચંપારણ (મોતીહારી ) રાજય બિહાર ,  (૩) મોબીન જુના દેવાન મુસ્લીમ ફકીર રહે. ઘોડાસહન બીરતાચોક, હસનનગર કબ્રસ્તાન પાસે, થાના ઘોડાસહન જી. મોતીહારી (ઇસ્ટ ચંપારણ) રાજય બિહાર, (૪) બબલુ ઉર્ફે બોબી મદન શાહ તૈલી રહે. ઘોડાસહન, બીરતાચોક, માઇસ્થાન , થાના ઘોડાસહન, જી.મોતીહારી ( ઇસ્ટ ચંપારણ ) રાજય બિહાર, (૫) મુકેશકુમાર છેદી રામ રહે. ઘોડાસહન, ભાગવાનપુર, કોટવાલ થાના . ઘોડાસહન જી. મોતીહારી (ઇસ્ટ ચંપારણ) રાજય બિહાર, (૬) ગુલશનકુમાર બ્રહ્મનંદ-સાદ કુસવાહા મહતો રહે. ઘોડાસહન, ભગવાનપૂર કોટવા ગામ , બીરતા ચોક, તા. ઘોડાસહન પોસ્ટ - કોટવા જી. ઇસ્ટ ચંપારણ (મોતીહારી) રાજય બિહાર  તથા (૭) નઇમ હારીશ દેવાન રહે. કુરવા ફતેપુર છાપરા , પો.સ્ટ . મરપા તાહીર થાના, ઔરંગનીયા જી. સીતામઢી રાજય બિહારને પકડી પાડી, બી ડિવિઝન પોલીસ દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે.

 ંપકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ મોબિન, નાઇમ તથા ગુલશન સહિતના આરોપીઓ જૂનાગઢ શહેરની મોબાઈલ ચોરી ઉપરાંત ગુજરાતના ગોધરા ખાતે મોબાઈલ શો રૂમમાંથી તેમજ મધ્ય-દેશના ઇન્દોર ખાતે ટાઈટન કંપનીના શો રૂમમાંથી કલકતા નજીક મોબાઈલના શો રૂમમાંથી લાખોના મોબાઇલની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપીઓ નિઝામુદ્દીન, મોબિન, નાઇમ, ગુલશન, સહિતના ભારતભરમાં મુંબઈ, વિશાખપટ્ટનમ, વિરાર, નાલાસોપારા, મલાડ,  નડિયાદ, રાજકોટ, કલકતા, ઇન્દોર, સહિતના જુદા જુદા રાજ્યોના જુદા જુદા શહેરોમાં પકડાયેલ છે તેમજ વોન્ટેડ ચાદર ગેંગના આંતર રાજ્ય ગુન્હેગાર્રોં પણ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી તાજેતરમાં જૂનાગઢ તેમજ ગોધરા ખાતેથી ચોરી કરવામાં આવેલ મોબાઈલ ફોન સહિતનો આશરે ૧૭ લાખનો તમામ મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ તમામ આરોપીઓને પોલીસ રિમાન્ડ દરમિયાન જૂનાગઢ ડિવિજન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આરોપીઓ ર્ંનિઝામુદ્દીન, મોબિન અને નઇમ મુખ્ય સૂત્રધાર આરોપીઓ છે, જ્યારે આરોપી ગુલશન દુકાનમાં પ્રવેશ કરવાનો તથા દુકાનમાંથી મોબાઈલ ચોરી કરવામાં માહિર્રં છે. પકડાયેલ આરોપીઓ પૈકી  ગોવિંદ, મુકેશ અને બબલુ પહેલી જ વાર ચોરી કરવા આવેલ હોઈ, તેઓએ રોડ ઉપર ઉભા રહી, ધ્યાન રાખવાનું તેમજ આરોપી ગુલશન દુકાનમાં પ્રવેશ કરે ત્યારે ચાદર દુકાનના શટર આડી રાખવાનું કામ કરતા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. આ ગુન્હામાં પકડાયેલ ર્ંઆરોપીઓ નઇમ અને મુકેશ દુકાનના શટર લોક તોડયા વગર ઊંચા કરવામાં માહિર છે...ં

 પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ર્ંચાદર ગેંગની સંપૂર્ણ રસપ્રદ મોડ્સ ઓપરેર્ન્ડીં પણ બહાર આવેલ છે. જેમાં, સૌ -થમ ર્ંજે રાજ્યમાં ચોરી કરવા જાય છે તે શહેરમાં મકાન ભાડે રાખીને રહે છે, ત્યાંથી ગૂગલ મેપ ઉપર તે રાજ્યનું કોઈપણ શહેર સિલેકટ કરી, તેમાં મોબાઈલના મોટા શો રૂમ ચેક કરી, અમુક શો રૂમ ટાર્ગેટ કરવામાં આવે છે. બાદમાં આરોપીઓ ગુલશન અને નઇમ સિલેકટ કરવામાં આવેલ શહેરમાં રેકી કરવા આવે છે અને રેકી દરમિયાન શો રૂમની વિઝીટ પણ કરે છે અને મોબાઇલની સંખ્યા તથા મુદામાલ દુકાનમાં છે કે કેમ..? શો રૂમ કે દુકાનના શટરની વચ્ચે લોક છે કે કેમ...?  તે ચેક કરી, બે દિવસ બાદ ગેંગના તમામ આરોપીઓ ગુન્હાને અંજામ આપવા સામાન્ય રીતે એસટી અથવા રેલવેમાં જે તે શહેરમાં ટાર્ગેટ કરેલ શો રૂમ ઉપર જાય છે. ચોરી કરવા સમયે પોતાના મોબાઈલ સાથે રાખતા નથી અને હોય તો પણ સ્વીચ ઓફ રાખે છે. સમગ્ર ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન ચાલુ પણ કરતા નથી. શો રૂમ ઉપર પણ બે માણસો દ્વારા શટર ઊંચું કરવામાં આવે છે, બે આરોપીઓ ચાદર પકડવાનું કામ કરે છે અને આરોપી ગુલશન જેવો પાતળો યુવાન શટર નીચેથી પ્રવેશ કરી, કેમેરા ચેક કરી, વાયરો કાપી, ડિસ્કનેકટ કરવાનું કામ કરે છે તેમજ મોબાઈલના બોકસ ફટાફટ કાપી, માત્ર મોબાઈલ કાઢી લેવામાં આવે છે, જેથી નાના થેલામાં વધુમાં વધુ મોબાઈલ સમાઈ શકે. બે ત્રણ આરોપીઓ રાતા ઉપર આવતા જતા માણસો ઉપર વોચ રાખે છે. અડધી પોણી કલાકમાં પોતાનું કામ પતાવી, ફટાફટ નીકળી જાય છે અને એસટી રેલવે મારફતે જે શહેર મા રોકાયેલા હોય ત્યાં પહોંચી જાર્યં છે. આ ચાદર ગેંગના આરોપીઓ સામાન્ય રીતે ચોરી કરવા માટે વહેલી સવારનો સમય પસંદ કરતાં હોય છે. પકડાયેલ ગેંગ ચોરી કરવામાં ચાદરનો ઉપયોગ કરતા હોવાથી ચાદર ગેંગ તરીકે અને બિહાર રાજ્યના ઘોડાશનના રહેવાસી હોવાથી ઘોડાશન ગેંગ તરીકે ઓળખાતા હોવાની બાબત પણ પોલીસ રિમાન્ડ દરમિયાન જાણવા મળેલ છે.

  વધુ તપાસ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:11 pm IST)