Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ડીલરો-ખેડુતો માટે આધારભૂતઃ કાસુન્દ્રા

જુનાગઢઃ ઇનપુટ ડીલર પ્રમાણપત્ર વિતરણ  કાર્યક્રમના અતિથી વિશેષ સંંંયુકત ખેતી નિયામક (વિ). જુનાગઢ અને પ્રોજેકટ આત્મા ડાયરેકટર એમ.એમ.કાસુન્દ્રાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જ ૬પ૦૦ કરતા વધુ ઇનપુટ ડીલર્સ છે. તમે ઘણા સમય પછી  તમો આ અભ્યાસક્રમમાં આવ્યા. આ કોર્ષ તમારા માટે પ્રેરણારૂપ મહત્વનો પુરવાર થયો. ખેડુતો હાલ જાગૃત થયા છે અને વૈજ્ઞાનીક રીતે ખેતી કરતા થયા છે. અને વૈજ્ઞાનીક રીતે ખેેતી કરતા થયા છે. છતા ખેડુતો તમોને પુછીને જ ખેતી કાર્ય કરે એટલે તમારી ભુમીકા મહત્વની છે. તમારે લગતા બધા વિષયો આવરી લીધા છે. તમને મુખ્ય પાકસંરક્ષણ અને તેમને લગતા કાયદાઓ મહત્વના છે. છતા યુનિવર્સિટીના તજજ્ઞોએ તેમને માર્ગદર્શન અને સાથે પાક સંરક્ષણ અને તેમને લગતા કાયદાઓ મહત્વના છે છતા યુનિવર્સિટીના જજજ્ઞોએ તમને માર્ગદર્શન અને સાથે તમારા કોર્ષને લાગતો સંપુટ પણ આપવામાં આવેલ છે. આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક અને કુલપતિશ્રી (ડો.) નરેન્દ્રકુમાર ગોટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા, અરવિંદભાઇ ટીંબડીયા વગેરેએ ઉપયોગે ઉદબોધન કરેલ.

(1:13 pm IST)