Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભાણવડના વેરાડ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત :. ર લોકોના મોતઃ ભાણવડ પોલીસ ઘટના સ્થળેે

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માત સર્જાયો જેમાં બે લોકોનાં મોત નિપજયાં હતાં. ભાણવડ તાલુકાના વેરાડ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઇક પર સવાર બંને લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગયેલ. બનાવની જાણ થતા ભાણવડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

(3:55 pm IST)