Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સરકારની કોરોના અંગેની ગાઈડ લાઇન મુજબ ધોરાજી ખાતે સેવાકીય સંસ્થા ખિદમત એ ખ્લકના સહયોગથી સમૂહ શાદી યોજાઈ

25 યુવક યુવતીઓ એ નિક્કાહ પઢી અને નવ લગ્ન જીવન ની કરી શરૂઆત: ઘર વખરી ની તમામ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ખાતે સેવાકીય સંસ્થા ખિદમત એ ખ્લક ના સહયોગ થી સમૂહ શાદી યોજાઈ હતી ખિદમત એ ખલક નામ ની સેવાકીય સંસ્થા જે હંમેશા માટે સમાજ સેવા ના કાર્ય માં અગ્રેસર હોઈ છે એવાજ એક સમાજ સેવા ના ભાવ થી બહાર પૂરા ખાતે આવેલ ઝેનબ હોલ ખાતે કોરોના અંગે ની સરકાર ની ગાઈડ લાઇન અનુસાર સમૂહ શાદી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 25 દુલ્હા દુલ્હન એ નિક્કહ ના પાંચ કલમાં પઢિ અને નવા લગ્ન જીવન ની શરૂઆત કરી સમૂહ લગ્ન માં  ઉપસ્થિત આલીમ એ દિન એ  જણાવેલ કે સમૂહ લગ્ન નો હેતુ છે લગ્ન પ્રસંગ એ થતા ખોટા ખર્ચ બચાવવા નો અને જણાવેલ હતું કે સમાજ કુ રિવાજો ને તિલાંજલિ આપે અને ઇસ્લામિક રીત રિવાજ મુજબ શાદી યોજે સમૂહ શાદી માં સંસ્થા તરફથી દુલ્હનનો ને કરિયાવર ના ભાગ રૂપે ઘરવખરી ની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી સમૂહ શાદી નું આયોજન સંપૂર્ણ પણે સરકાર ની ગાઈડ લાઇન અનુસાર કરવામાં આવેલ હતો

(9:26 pm IST)