Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબી: રાવલ પરિવાર દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના નાનીવાવડી ગામે ગત.4 ડિસેમ્બરના રોજ રાવલ પરિવારના મોભી સ્વ.મનહરલાલ વી. રાવલના જન્મદિન નિમિતે ગ્રામ વાસીઓ માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ /બ્લડપ્રેશર જેવા રોગોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓની નિરાકરણ મેળવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું.

 આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત.4 ડિસેમ્બરે રાવલ પરિવારના મોભી સ્વ.મનહરલાલ વી. રાવલના જન્મદિન નિમિતે નાનીવાવડી ગામે રાવલ પરિવાર તરફથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું,હતું. જેમાં ડો.હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓનું ચેક-અપ તેમજ બ્લડશુગર ચેક કરી ત્રણ દિવસની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. તથા કેતનભાઈ મહેતા દ્વારા દર્દીઓનુ બી.પી. ચેક કરી આપવામાં આવ્યું. આ ઉપરાંત રશ્મીનભાઈ દેસાઈ, જિગરભાઈ ભટ્ટ, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકા રાવલ, રુચિતા ભટ્ટ, રુદ્દ ભટ્ટ ઉદ્દેશ કાપુરે, કોઠારીભાઈ વગેરેએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ ઊઠાવ્યો હતો. કેમ્પ પૂર્ણ થયે રાવલ પરિવાર દ્વારા ડો.હસ્તીબેનને અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી.

 

(11:23 pm IST)