Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જુનાગઢ હત્‍યા કેસમાં પત્‍નિ, પ્રેમી અને મિત્ર પ દિ'ના રિમાન્‍ડ ઉપર

આરોપીઓ વધુ હોવાની શકયતા-પોલીસને પુરાવા મળ્‍યા છે, ઉંડાણપુર્વક તપાસ હાથ ધરાશેઃ એસપી રવિ તેજાવાસમ શેટ્ટી

ઉપરોકત તસ્‍વીરમાં પત્રકાર પરીષદમાં વિગત આપતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા એલસીબી પીઆઇ જીતેન્‍દ્રસિંહ સિંધવ પીઆઇ નિરવ શાહ પીએસઆઇ  જે.જે.ગઢવી સહીત એલસીબીનો સ્‍ટાફ તેમજ ત્રણેય આરોપીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., પઃ જુનાગઢમાં ગત તા.ર૮ના રોજ ગાંધી ચોકમાં જાહેર શૌચાલયની બાજુમાં રીક્ષા સ્‍ટેન્‍ડ પાસેથી રફીક હસન ઘોઘારી  તથા ભરત  ઉર્ફે જોન છગન પીઠડીયાની ઝેરી પ્રવાહી પીઇ જતા મોઢામાં ફીણ આવી જતા સરકારી દવાખાને સારવાર દરમ્‍યાન મરણ થયેલ આ બાબતે બી ડીવીઝન પો.સ્‍ટે.માં અકસ્‍માતે મોત જાહેર થયેલ.

ઉપરોકત અતી ચર્ચાસ્‍પદ બનાવ બનેલ હોય વિધાનસભાની ચુંટણી સમયે જ આવો ગંભીર બનાવ બનેલ હોય અને આ બનાવમાં લોકમુખે લઠ્ઠાકાંડ જેવા શબ્‍દોની ચર્ચા થતી હોય જેથી ગુજરાત રાજયના એડી.ડીજીપી રાજકુમાર પાંડીયન તથા એટીએસના અધિકારીઓ તપાસ અર્થે મોકલેલ હોય અને અતિ ચર્ચાસ્‍પદ અને ગંભીર બનાવની નોંધ લઇ જુનાગઢના રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા તથા એસપી રવિ તેજાવાસમ શેટ્ટીએ અંગત રસ લઇ સતત રાત-દિવસ જોયા વગર જાતે હાજર રહી ડીવાયએસપી  હિતેષ ધાંધલ્‍યા તેમજ જુનાગઢ જીલ્લા પોલીસના ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ જે.એચ.સિંધવ, પીએસઆઇ જે.જે.ગઢવી, પીએસઆઇ ડી.એમ.જલુ, પીએસઆઇ વી.કે.ઉજીંયા, પીેએસઆઇ  પી.એચ.મશરૂ તથા ક્રાઇમ બ્રાન્‍ચના દિપકભાઇ બડવા, શાહીલ સમા, જીતેષ મારૂ, દિવ્‍યેશ ડાભી, નિકુલ પટેલ, યશપાલસિંહ જાડેજા, ઉમેશભાઇ વેગડા સહીતના સ્‍ટાફે અંગત બાતમીદારો મારફતે ચોક્કસ માહીતી મળેલ હોય જેની ઉંડાણપુર્વક તપાસ કરતા આસીફ તથા મેમુદાબેનને આશરે આઠેક માસથી પ્રેમસબંધ હોય જેથી બન્ને જણા લગ્ન કરવા માંગતા હોય ત્‍યારે મેમુદાબેને તેના પ્રેમી આસીફ સાથે મળી કોઇ પણ રીતે ઝેર પીવડાવી દીધેલ હોય જેથી તપાસ કરતા રફીકભાઇને મારી નાખવા હોય તે માટે પ્‍લાન કરી સાઇનાડ ઝેર મેળવી રફીકભાઇની રીક્ષામાં પડેલ દાવત સોડાની બોટલમાં રહેલ પ્રવાહીમાં પોતાની પ્રમીકા મહેમુદાબેન ઘોઘારી તેના મિત્ર ઇમરાન કાસમ ચૌહાણે ઝેર ભેળવી દીધેલ અને સાઇનાઇડ ઝેરવાળુ પ્રવાહી રફીકભાઇ તથા અનાયસે ભરત દરજી બન્ને જણ વારાફરતી પી જતા મોત નિપજેલ.

 આ ચર્ચાસ્‍પદ કિસ્‍સાનો ભેદ પોલીસે તનતોડ મહેનત કરી ઉકેલ્‍યો હતો. પત્રકાર પરીષદમાં એસપી રવિ તેજાવાસમ શેટ્ટીએ જણાવ્‍યું હતું કે, આ બનાવમાં આરોપીઓ વધવાની શકયતા દેખાઇ છે.

આ બનાવમાં સંડોવાયેલ ત્રણેય આરોપીને બી ડીવીઝનના પીઆઇ નિરવ શાહે કોર્ટમાં રિમાન્‍ડની માંગણી અર્થે રજુ કરતા આરોપીઓના પાંચ દિવસ શુક્રવાર સુધીના રિમાન્‍ડ મંજુર કરાયા છે. શ્રી નિરવ શાહે જણાવ્‍યું હતુ કે આ પ્રકરણમાં હજુ વધુ આરોપીઓ નિકળે તેવી શકયતા છે. ત્‍યારે તલસ્‍પર્શી તપાસ કરી આ સાઇનાઇડ ઝેરી કયાંથી ખરીદ્યું. આ પ્રકરણમાં કોણ કોણે આરોપીઓને મદદ કરી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:38 am IST)