Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અંજારમાં આયોજિત સુપર સીક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મા - મઢવાળી ઇલેવન ચેમ્પિયન બની

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : અંજાર નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ મા સ્વ પ્રતાપસિંહ ભાણજીભા જાડેજા સ્મૃતિ કપ ઓપન સુપર સિકસ ડે  ક્રિકેટ ટુર્નામેન્ટ નું ફાઈનલ મેચ માં-મઢવાળી ઈલેવન અંજાર અને માહિનુર ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં ટોસ માહિનુર ઇલેવન એ જીતીને ને  ફિલ્ડિંગ કરવા નો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મા-મઢવાળી ઇલેવન અંજાર એ ૪ ઓવર મા ૮૫ રન કર્યા હતા , આ સ્કોર ને ચેસ કરતી માહિનુર ઇલેવન ટીમએ ૪ ઓવર મા ૫૮ રન કર્યા હતા અને ફાઈનલ મેચ ને મા-મઢવાળી ઇલેવન અંજાર એ ૨૭ રન થી જીત પ્રાપ્ત કરી હતી અને ટુર્નામેન્ટ નિ ચેમ્પિયન ટીમ બની હતી ફાઈનલ મેચ નું મેન ઓફ ધ મેચ મોહિત ટાંક રહ્યા હતા જેમણે ફાઈનલ મેચ માં ૧૨ બોલ મા ૪૧ રન કર્યા હતા ,  ટુર્નામેન્ટ મા ખુબ સારું પ્રદર્શન કર્યું હતું એવા ટુર્નામેન્ટ ના મેન ઓફ ધ સિરીઝ જુસબ જત રહ્યા હતા, બેસ્ટ બેટ્સમેન મહાદીપસિંહ જાડેજા , બેસ્ટ બોલર દીપ વૈષ્ણવ રહ્યા હતા.

તેમજ ટુર્નામેન્ટ નું લાઈવ સ્કોરિંગ ક્રીક હીરોસ એપ્લિકેશન મા કરાયું હતું.આ ટુર્નામેન્ટ મા સાથ અને સહયોગ આપનાર શંભુભાઈ ડાંગર, પરાગભાઈ મીરાણી,  પ્રહલાદસિંહ ચુડાસમા , સફીભાઈ ખત્રી તેમજ અન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે દિગવીજયસિંહ ચોહાણ, મોર્નિંગ ક્રિકેટ ક્લબ - અંજાર , નાઇસ સ્પોર્ટ્સ - અંજાર ના તમામ સભ્યો એ સાથ સહયોગ આપ્યો હતો.

(તસવીર:હરીશ આહીર - અંજાર)

(10:28 am IST)