Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લોધીકા તાલુકામાં પ વર્ષમાં ૫૮૮૨ મતદારોનો વધારો કોને ફળશે ?

ᅠ(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૬: લોધીકા તાલુકામાં ૨૦૧૭ની મતદાર યાદી  કરતા ૨૦૨૨ની  મતદાર યાદીમાં ૫૮૮૨ મતદારોનો વધારો કુલ ૬૫.૮૦ ટકા મતદાન નોંધાયું છે.

નવા મતદારો વધતા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કરતાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં   ૩૫૨૩નું મતદાન પણ વધ્‍યું નવા મતદારોનો કોને થશે ફાયદો? કોને થશે ગેરફાયદો? તે તો ૮ તારીખનું પરિણામ જ બતાવશે

લોધીકા તાલુકામાં ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી સમયે કુલ ૪૦૧૫૧ મતદારો નોંધાયેલ હતા જેમાંથી ૨૬૭૭૧ મતદાતાઓએ તેના મતાધિકારનો ઉપયોગ કરેલ  મતદાન થયેલ તેમાંથી ૧૦૦૭૫ મત ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયાને તેમજ ૧૪૮૨૫ મત કોંગ્રેસના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયાને ૧૫૫૧ અન્‍ય પક્ષોને તેમજ ૩૨૦ મત  નોટાને મળેલ લોધીકા તાલુકામાંથી કોંગ્રેસના ઉમેદવારને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર કરતા કોંગ્રેસના ઉમેદવારને ૪૭૫૦ મત વધુ મળેલ.

આ વખતે ૨૦૨૨ વિધાનસભાની ચુંટણી સમયે લોધીકા તાલુકાના કુલ ૪૬૦૩૩ મતદારો મતદાર યાદીમાં નોંધાયેલ  ૬૫.૮૦ ટકા લોધીકા તાલુકાનું મતદાન થયેલ છે તેની સામે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૩૦૨૯૪ મતદાતાઓ એ મતદાન કરેલ છે.

જે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કરતાં ૨૦૨૨ની આ વિધાનસભા ચૂંટણીમા ૩૫૨૩નુ મતદાન વધુ  થયેલ છે તો નવા મતદારો નોંધાતા વધુ  મતદાનનો લાભ કયાં  પક્ષને થશે તે ૮ તારીખની મતગણતરી પછી જ  સાચી ખબર પડશે તમામ પક્ષના રાજકીય પંડિતો ઉંચા મતદાનનું ગણિત લાગાવી રહીયા છે પરંતુ કય પરીણામ સુઝતું નથી.

લોધીકા તાલુકાના  ૩૭ ગામોનું ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમા મતદાન નીચે મુજબ નોંધાયેલ છે.

હરીપર પાળ ૧૧૯૦ પાભર તેમજ લક્ષ્મી ઇટાળા ૭૩૪ ધુ.દોમડા ૨૯૬ નગરપીપળીયા ૧૩૭૮ મોટાવડા ૮૬૬ રાતૈયા ૫૯૧ વાજડી વડ ૧૧૪૩ ખીરસરા ૧૪૬૪ દેવળા ૫૪૫ છાપરા ૬૪૯ દેવગામ ૬૮૭ મેટોડા ૧૭૭૦ વાગુદડ ૪૭૨ બાલસર ૨૯૦ પીપરડી ૫૦૦ અભેપર- રતનપર ૩૭૫ ચીભડા ૧૪૨૮  હરીપર ત. ૩૩૨ તરવડા ૩૦૭ સાંગણવા ૮૦૨ આ મુજબ લોધીકા તાલુકાના તમામ ગામોની અંદર મતદાન થયેલ છે જેનું પરિણામ તા.૮/૧૨ ૨૦૨૨ના આવશે ત્‍યાર પછી જ સાચી હકીકત સમજાસે ઉંચુ મતદાન કોને ફળ્‍યું ?કોને નડીયુ?

(10:46 am IST)