Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાવનગરના ઘાંઘળી નજીક કાસ્‍ટિંગ કંપનીની ઓફિસમાં ૭.૮૦ લાખ રોકડાની ચોરી

ભાવનગર તા. ૬ : શિહોર તાલુકાના નેસડા-ઘાંઘળી રોડ પર આવેલ શાંતિ કાસ્‍ટિંગ ઇન્‍ડસ્‍ટ્રીઝની મુખ્‍ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા અજાણ્‍યા પાંચ તસ્‍કરોએ ઓફિસનો કબાટ તોડી કબાટમાં રાખેલા રૂ. ૭.૮૦ લાખ રોકડા સાથેની તિજોરી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગઈ કાલે ઓફિસ બંધ કર્યા બાદ આજે સવારે ઓફિસ ખુલતા ઓફિસમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે સિહોર પોલીસને જાણ કરતા સિહોર પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં ગત મોડી રાત્રીના ૨.૧૫ થી ૩.૦૫ કલાક દરમિયાન ૫ અજાણ્‍યા તસ્‍કરો ઓફિસમાં ચોરી કરતા હોવાનું માલુમ પડ્‍યું હતું.

ચોરીની આ ઘટના અંગે ભાવનગરના વાઘાવાડી રોડ પર રહેતા કંપનીના માલિક ભાવિનભાઈ વસંતભાઈ શાહે અજાણ્‍યા તસ્‍કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:56 pm IST)