Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાવનગરમાં જમીનના ધંધામાં ગયેલી ખોટ વસૂલવા પિતા-પુત્રે જમીન દલાલને આપી ધમકી

અધેવાડાના પિતા-પુત્રએ રૂા. ૬૫ લાખ રોકડા પડાવી પત્‍નીના રૂા. ૧૫ લાખના ઘરેણાં વેચાવી દીધા : જમીનનો દસ્‍તાવેજ ન કરી આપે તો ફલેટ કબજે કરવાની ધમકી આપી

ભાવનગર તા. ૬ : ભાવનગરના સરદારનગર, ઉપનિષદ-૪ માં આવેલ ફલેટ નં.૫૦૧ માં રહેતા અને જમીનની દલાલીનું કામ કરતા રૂપેશભાઈ ઘનશ્‍યામભાઈ જોશીએ આધેવાડા ગામમાં રહેતા ખીમજીભાઈ વલ્લભભાઈ સાચપરા સાથે તેમની આધેવાડામાં આવેલ સર્વે નં.૫૯/૪ ની ૧૨.૫ વિઘા જમીન રીડેવલપમેન્‍ટ માટે ભાગીદારીમાં રાખી હતી, જેમાં નફામાં ૩૩ ટકા ભાગીદારી નક્કી થઈ હતી.

આ યોજનામાં રૂ.૨.૨૭ કરોડનું નુકસાન થતા જમીનના આગળના સોદામાં થનાર રૂ.૫૪ લાખની ખોટ રૂપેશભાઈને ભોગવવી પડશે અને ત રકમ છ મહિનામાં ચૂકતે કરવા ખીમજીભાઈ અને તેના દીકરા મહેશભાઈએ જણાવ્‍યું હતું.

ધંધામાં ગયેલી ખોટ વસૂલવા પિતા પુત્રએ ધમકીઓ આપી રૂપેશભાઈ પાસેથી રૂ.૬૫ લાખ રોકડા પડાવી લીધા હતા અને તેમની પત્‍નીના રૂ.૧૫ લાખના ઘરેણાં વેચાવી દઈ રૂપેશભાઈની માલપર ગામની જમીનનું બળજબરીથી સાટાખત કરાવ્‍યા બાદ આ જમીનનો દસ્‍તાવેજ નᅠ કરી આપે તો તેના ફલેટનો કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રૂપેશભાઈએ અધેવાડાના પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)