Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આર્થિક તંગીના લીધે વિરમગામના ભટ્ટી યુવાનની આત્‍મહત્‍યા

વઢવાણ તા. ૬ : સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલ એશીયાના સૌથી મોટા ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશનમાંથી ચાર દિવસમાં બીજી તરતી લાશ મળી આવી છે.

લખતરનાં ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશનની કેનાલમાં પુરૂષની લાશ તરતી હોવાની માહીતી મળતા લખતર પોલીસે ઘટનાસ્‍થળે દોડી જઈ લાશનો કબજો લઈને પોસ્‍ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્‍પીટલ ખાતે મોકલી મળતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મળતક યુવાન વિરમગામના મિયાવાડ મિલની ચાલીમાં રહેતો સિકંદરભાઈ હુસેનભાઈ ભટ્ટી હોવાનું ખુલવા પામ્‍યુ હતું. લાશ મળ્‍યાની જાણ તેના પરિવારજનોને થતા લખતર દોડી આવ્‍યા હતા. તા ૩-૧૨-૨૦૨૨ના રોજ તે આર્થિક તંગીના કારણે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળતી ગયો હોવાનું પ્રાથમીક રીતે જાણવા મળેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ કોહવાયેલી હાલતમાં અહીંથી લાશ મળી હતી તેની ઓળખ મેળવવા ફોરેન્‍સીક તપાસ માટે રાજકોટ લાશને મોકલવામાં આવી છે ત્‍યાં આ બીજી લાશ મળી આવી હતી.

(11:33 am IST)