Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કોડીનારના દેવળી(દેદાજીની)ના આર્મી જવાન નિવળત્ત થતા તાલુકાના લોકો દ્વારા સ્‍વાગત

કોડીનાર  : ભારતીય સેનામાં ફરજ બજાવતા  અજયસિંહ ધીરુભાઈ સેનામાંથી સેવા નિવળત્ત થઈ પોતાને માદરે વતન દેવળી(દેદાજીની) ગામે પધારતા તેઓનું  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અજયસિંહ ૧૯ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ આજે પોતાના વતન આવી પહોંચ્‍યા હતા. જ્‍યાં કોડીનાર બાયપાસ પાસેથી ડી.જેમાં રાષ્‍ટ્રભક્‍તિના ગાન સાથે વિશાળ સંખ્‍યામાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેનું ઠેર ઠેર પુષ્‍પ વર્ષા સાથે રેલી દેવળી આવી પહોંચી હતી. જ્‍યાં  ગામની મહિલાઓ દ્વારા પુષ્‍પ વર્ષા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ વીર દેદાજી બારડની  પ્રતિમા ઉપર ફૂલહાર કરી કોમ્‍યુનિટી હોલ ખાતે બધા લોકોએ છાલ વિવિધ મોમેન્‍ટો આપી અજીતસિંહનું સન્‍માન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં અજીતસિંહ દ્વારા તેમની આ નિવળત્તિને વિશેષ બનાવનાર કોડીનાર તાલુકાના ઉપસ્‍થિત તમામ સમાજના લોકોનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેશ પાઠક કોડીનાર)

(11:50 am IST)