Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કેશોદમાં પત્‍ની ઉપર પતિનો લાકડીથી હુમલો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : કેશોદના ૪૫ વર્ષીય રતનબેન ઉપર તેના પતિ રસિકભાઇ લીલાધર વાળાએ લાકડી વડે હુમલો કરતા મહિલાએ હાથમાં ફેકચર થયાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

કેશોદમાં રામવાડી વિસ્‍તારમાં રહેતા રસિકભાઇ વાળાએ ગઇ કાલે તેના પત્‍ની રતનબેનને ‘મારા ઘરે કોઇ આવવું ન જોઇએ' તેમ કહેતા મહિલાએ ‘હું તમારી જેમ ગામમાં રખડવા નથી જાતી' તેમ કહ્યું હતું.

આ બાબતથી ઉશ્‍કેરાઇ જઇને રસિકભાઇએ રતનબેનને લાકડી વડે આડેધડ માર મારી ડાબા હાથમાં ઇજા પહોંચાડતા પી.એસ.આઇ કે.જે.પટેલે તપાસ હાથ ધરી છે.

(2:59 pm IST)