Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જૂનાગઢમાં પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ-ઉદ્‌ઘોષ સભા

જૂનાગઢઃ જૂનાગઢ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરનાં વિશાળ પ્રાંગણમાં હજારોની ભકતજન મેદની અને સંતો મહાનુભાવો વચ્‍ચે ‘પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ' નિમિતે ભવ્‍યાતિભવ્‍ય ઉદ્‌ઘોષ સભા યોજાઇ હતી. ૧૫ ડિસેમ્‍બર, ૨૦૨૨થી લઇ ૧૫ જાન્‍યુઆરી ૨૦૨૩, સતત એક માસ સુધી અમદાવાદ ખાતે વિશ્વ વંદનીય પ્રમુખ સ્‍વામિ મહારાજનો અદ્વિતીય દિવ્‍ય ભવ્‍ય શતાબ્‍દી મહોત્‍સવ ઉજવાનાર છે. તેનો ઉદ્‌ઘોષ સ્‍વરૂપે આ ઉદ્‌ઘોષ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મંચરૂપે મંદિરના પોર્ડીયમ સમક્ષ ભકતજન મેદનીએ આ સભાના વિવિધ મહોત્‍સવનું સુંદર ગીત પર આકર્ષક નૃત્‍ય રજુઆત કરી હતી. આ ઉદ્‌ઘોષ સભામાં જેઓ પ્રમુખ સ્‍વામી મહારાજના આર્શીવાદથી તથા નોંધનીય પુરૂષાર્થથી સ્‍યીપા ગુજરાત ગવર્મેન્‍ટના કલાસ વન ઓફિસર બન્‍યા તથા જેઓ મોટીવેશન સ્‍પીકર તરીકે ગુજરાતમાં સુવિખ્‍યાત છે. એવા શ્રી શૈલેષભાઇ સગપરીયા આ સભામાં મુખ્‍ય વકતા તરીકે પધાર્યા હતા. પોતાના જોશીલા વકતવ્‍યમાં તેમણે સમાજ પરના પ્રમુખસ્‍વામી મહારાજના ઋણાનુવાદનું ગાન કર્યું હતું. તથા સંતાનોને સુપેરે ઘડતર કરવાના સંસ્‍કાર વિષે પ્રમુખસ્‍વામી  મહારાજના સંદેશનું આહવાન કર્યું હતું. ત્‍યારબાદ અમદાવાદમાં ઉજવાનાર પ્રમુખસ્‍વામી  મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ કેવો હશે ? તેની ઝલક વિડીયો દર્શન દ્વારા દર્શકોએ માણી હતી. પ્રમુખસ્‍વામી  મહારાજના દિવ્‍યકાર્ય પર એક વિડિયો દર્શન પણ સહુએ માણ્‍યું હતું. સંતોએ સમગ્ર જૂનાગઢ વાસીઓને અમદાવાદ ખાતે ઉજવાનાર આ પ્રમુખસ્‍વામી  શતાબ્‍દી મહોત્‍સવનો જરૂર લાભ લેવા સસ્‍નેહ આમંત્રણ પાઠવ્‍યું હતું. આ ઉદઘોષ સભાના અંત ભાગમાં ઉપસ્‍થિત મહાનુભાવો તથા ભકત જનમેદનીએ પ્રમુખસ્‍વામી  મહારાજને મંત્ર પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. સભામાં ઉપસ્‍થિત મહાનુભાવોશ્રીએ આ ઉદઘોષ સભાની તથા ઉજવનાર પ્રમુખસ્‍વામી  મહારાજ શતાબ્‍દી મહોત્‍સવમાં આયોજનની પ્રશંસા કરી હતી. બીએપીએસ મંદિરના આકાશને ફાયર વર્કસની રંગબેરંગી રોશની વડે પ્રકાશિત કરીને આ સભાની પુર્ણાહુતિ ધામધૂમથી દબદબાપૂર્વક કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બીએસપીએસ દ્વારા હવે દરેક મંદિરોમાં ભગવાન સ્‍વામિનારાયણની ચલ મૂર્તિ સાથે મુળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્‍વામીની ચલ મૂર્તિ પણ વિરાજિત થશે. અત્રે આ પ્રસંગે ઉદઘોષ સભામાં પણ શ્રી અક્ષરપુરૂષોત મહારાજની મૂર્તિને પાલખીમાં વિરાજમાન કરીને ધામધૂમ પૂર્વક શોભાયાત્રા સભા સ્‍થળે કાઢવામાં આવી હતી. અને તેમણે મંચસ્‍થ કરીને સંતો ભકતો દ્વારા મહાઆરતી ઉતરવામાં આવી હતી. તથા શ્રી અક્ષરપુરૂષોત મહારાજની સુકા મેવા દ્વારા તુલા વિધિ કરવામાં આવી હતી. સદા પરહિત કાજે જીવી ગયેલા પ્રમુખ સ્‍વામી મહારાજની એ ભાવનાને ઋણ સ્‍વરૂપે અદા કરવા મંદિર કેમ્‍પસમાં બપોર દરમિયાન રકતદાન કેમ્‍પનું પણ સુંદર આયોજન થયું હતું. જેમાં પુરૂષ તથા મહિલા હરિભકતોએ ૧૨૦ બોટલ જેટલું રકતદાન કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ)

(1:25 pm IST)