Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમરેલીમાં કવિ રમેશ પારેખને સ્‍મરણાંજલિ રૂપે‘‘કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં'' કાર્યક્રમ ભાવસભર સંપન્‍ન

 અમરેલી,તા.૫ : સંવાદ અને ઓરોમા કલામંદિર અમરેલી આયોજિત તેમજ અમરેલી જિલ્લાની તમામ સાહિત્‍ય સંસ્‍થાઓની શુભેચ્‍છાઓ સાથે અમરેલીનું ગૌરવ અને ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ  રમેશ પારેખના જન્‍મદિને ‘‘કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં'' સ્‍મરણાંજલિ ઉપક્રમ ૨૭ નવેમ્‍બર ૨૦૨૨ રવિવારના રોજ ભાવસભર સંપન્‍ન થયો હતો.

પ્રારંભે પરેશ મહેતા દ્વારા કલાગુરૂ  નવલકાંત જોષી સ્‍મળતિ મંદિરના દિવ્‍ય પરિસરમાં સહુને આવકાર આપી પૂર્વભૂમિકા રજૂ કરી હતી.

 સુપ્રસિદ્ધ બાંસૂરીવાદક  અનિલ ઠાકર દ્વારા ર.પા.ની રચનાઓને બાંસૂરીવાદન દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવી હતી અને સંગીત શુકન કરાવ્‍યા હતા. તબલા પર સંગત  પ્રફુલ્લ ઠાકર દ્વારા કરવામાં આવી. રમેશ પારેખની પસદંગીની રચનાઓનું પઠન રંગભૂમિ અદાકાર  જસ્‍મીન જોષી દ્વારા થયું.

આ તકે ભાવનગરથી ખાસ ઉપસ્‍થિત ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્‍યકાર, કવિ, વિવેચક  પથિક પરમાર દ્વારા કવિ રમેશ પારેખની સમગ્રતયા સર્જકતા પર અભ્‍યાસુ,જ્ઞાનસભર વક્‍તવ્‍ય રસાળ શૈલીમાં રજૂ કરવામા આવેલ ..

આ સરસ મજાના આસ્‍વાદ બાદ કવિ પથિક પરમાર, અમરેલીની મુદ્રાની બેઠકના જૂના સહભાવક  જાણીતા કવિ જયેશ ભટ્ટ  સહિત ભાવનગરથી ખાસ આવેલ કવિઓ સર્વ પરેશ સોલંકી , જીતુભાઈ વાઢેર કાવ્‍યપાઠ કરી ર.પા.ને કાવ્‍યાંજલી અર્પી હતી.

 ભાવનગરના અતિથિ સર્જકોનું અમરેલી જિલ્લા સાહિત્‍ય સર્જક પરિવાર તરફથી   ઉમેશભાઈ જોષી, ઉદય દેસાઈ, મહેન્‍દ્રભાઈ જોષી સહિતનાએ પુસ્‍તક ભેટ આપી અભિવાદન કર્યું હતું..

અંતમાં સભામાં હાજર વરિષ્ઠ સર્જક..ભાવક એવા  છેલભાઈ વ્‍યાસ, ભરત વિંઝુડા, હર્ષદ ચંદારાણા, ઉમેશભાઈ જોષી, વિનોદ રાવલએ પ્રાસંગિક ભાવ અભિવ્‍યક્‍તિ કરી હતી. સ્‍વાતિબેન જોષી ઉમળકાભેર સહકાર સુવિધામાં મદદરૂપ થયા.

કાર્યક્રમનું સંચાલન અને સફળતાપૂર્વક સંપન્ન બદલ પરેશ મહેતા દ્વારા રાજીપો વ્‍યક્‍ત કરવામાં આવેલ.

આ પ્રસંગે અમરેલી જિલ્લાના નોંધપાત્ર સર્જકો, ભાવકો, વાસુદેવ સોઢા, રવજીભાઈ કાચા, ભારતીબેન ગોહિલ, ભરત ઉપાધ્‍યાય, કેતન કાનપરિયા, પંકજભાઈ જોષી, નવીન જોષી, દુર્ગાબેન જોષી, રેખાબેન દવે, નયના ગોહિલ મકવાણા,  પ્રકાશ જોષી, હાર્દિક વ્‍યાસ, બાલકિશન જોગી, અગન રાજ્‍યગુરુ, કનુભાઈ લીંબાસિયા, વૈદેહી પરમાર, ફિરોઝ હતાાની, સતીશ જે.દવે, નિલેશ ચાંપાનેરી, નલિન જોષી, ઉદય મારુ, યોગેશ ભટ્ટ, સુભાષ વ્‍યાસ, સરોજબેન ત્રિવેદી, વિમલ   અઘ્‍યારું, હરગોવિંદ પંડ્‍યા..ભારતીબેન પંડ્‍યા, અજીતસિંહ ગોહિલ, અરવિંદ દવે, અર્જુન ગઢીયા, ભૂષણ જોષી, અશ્વિનભાઈ મહેતા, સૂર્યકાંત પાઠક, દીપક પંડ્‍યા, શેર એન્‍ડ કેર સંસ્‍થાના  રિયાઝ વેરસિયા,ધર્મેન્‍દ્ર જોષી,બાજ નજર ન્‍યૂઝ ચેનલ ના શ્રી શ્‍યામલ મહેતા, ચિત્રકાર જે.પી.પડાયા,સહિત બહોળી સંખ્‍યામાં ઉત્‍સાહપૂર્વક હાજરી આપી હતી..

 આ  પ્રસંગે  સંજીવ ધારૈયા, ડો.કાલિન્‍દી પરીખ, ડો.પિયુષ ચાવડા, ડો.ગુણવંત વ્‍યાસ સહિત સહુના શુભેચ્‍છા સંદેશ મળ્‍યા હતા.

 ઉપક્રમ ને સફળ બનાવવા  પંકજભાઈ જોષી,  ભૂષણ જોષી, ઓરોમા કલા મંદિરના વિદ્યાર્થીગણ, સહિતના એ જહેમત ઉઠાવી હતી. અમરેલી જિલ્લાની તમામ સાહિત્‍ય સંસ્‍થાઓની શુભેચ્‍છા સાથે નગરજનો,  પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અમરેલીના લાડકા કવિના જન્‍મદિને ભાવભરી સ્‍મરણાંજલિ આપવામા આવી.

(1:32 pm IST)