Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મીઠાપુર નજીક ટ્રકમાંથી પટકાયેલા યુવાનનું મૃત્‍યુ

જામ ખંભાળિયા, તા. ૬ : આરંભડા વિસ્‍તારમાં રહેતો સોયબ ઈશાકભાઈ બોલીમ નામનો ૨૫ વર્ષનો મુસ્‍લિમ યુવાન ગત તારીખ ૨૨ નવેમ્‍બરના રોજ જી.જે, ૧૨ એ.ઝેડ, ૭૯૬૭ નંબરના એક ટ્રકમાં બેસીને જઈ રહ્યો હતો, ઉપરોક્‍ત ટ્રકના ચાલકે વળાંક લેતા ગોલાઇમાં ટ્રકમાંથી પટકાયેલા સોયબને ગંભીર રીતે ઇજાગ્રસ્‍તમાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમિયાન તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ સમગ્ર બનાવ અંગે મળતકના મોટાભાઈ સબીર ઈશાકભાઈ બોલીમની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક રામભા માલાભા કેર (રહે, ગોરીયારી) કાર્યવાહી કરી હતી.

ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા પીઠાભાઈ રામભાઈ ચાવડા નામના ૫૦ વર્ષના આહિર આધેડે ગત તારીખ ૨૫ નવેમ્‍બરના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

દ્વારકાનો યુવાન અપમાનિત

મૂળવેલ ગામે રહેતા ૧૭ વર્ષના એક અનુસૂચિત જાતિના યુવાનને દ્વારકા તાલુકાના ગોરીયારી ગામે રહેતા અભુભા કુંભાભા માણેક નામના શખ્‍સ દ્વારા  ગાળો કાઢી, ઉપરોક્‍ત ફરિયાદી યુવાન તથા તેના ભાઈ અને સંબંધીઓને જાહેરમાં જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા દ્વારકા પોલીસે અભુભા માણેક સામે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬ (૨) તથા એટ્રોસિટી એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:35 pm IST)