Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પોરબંદરઃ દારૂના ગુન્‍હામાં ૪ માસથી નાસતા ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર, તા., ૬: દારૂના ગુન્‍હામાં ૪ માસથી નાસતા ફરતા આરોપી ખીમા જેઠાભાઇ ચાવડા રે.ખીરસરા(રાણા કંડોરણા)ને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક  શ્રી રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં વિધાનસભા ચુંટણી ર૦રર અન્‍વયે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબી પો.ઇન્‍સ. શ્રી એચ.કે.શ્રીમાળી સા.ના માર્ગદર્શન હેઠળ પેરોલ /ફર્લો સ્‍કોડના પો.સબ ઇન્‍સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્‍કોડના માણસો તપાસમાં હતા તે દરમ્‍યાન પો.હેડ. કોન્‍સ. પિયુષભાઇ રણમલભાઇ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે નવીબંદર મરીન પો.સ્‍ટે. પ્રોહી. ક. ૬૬ (૧) બી, ૬૫એએ, ૧૧૬ (બી), ૮૧ મુજબના ગુન્‍હાઓના કામે છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપી ખીમા જેઠાભાઇ ચાવડા રહે. ખીરસરા ગામવાળો રાણાકંડોરણા ગામે છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી ખીમા જેઠાભાઇ વાળો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂ નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કોડના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા એએસઆઇ એચ.કે.પરમાર તથા હેડ કોન્‍સ્‍ટેબલ પિયુષભાઇ બોદર તથા પ્રકાશભાઇ નકુમ તથા પિયુષભાઇ સીસોદીયા  તથા વજશીભાઇ વરૂ તથા ઉપેન્‍દ્રસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. જેતમલભાઇ મોઢવાડીયા તથા ડ્રા.પો.કોન્‍સ. રોહીતભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલ છે.

(2:58 pm IST)