Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

માળીયા મિંયાણાના માણાબા ગામે રીક્ષા પલ્‍ટી ખાતા મુસાફરોને ઇજા

માળીયા મિંયાણા તાલુકાના માણાબા ગામે બેફામ ગતિએ ચાલતી રિક્ષા અચાનક પલટી ખાઈ જતાં તેમ સવાર મુસાફરો ઘાયલ થયા હતાં. આ મામલે એક મુસાફરે માળીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

 મળતી  વિગતો મુજબ ૬૦ વર્ષીય સમજુબેન ગંગારામભાઇ શીશણોદાએ પોલીસ ફરિયાદીમાં જણાવ્‍યુ હતું કે,તેઓ અતુલશક્‍તિ રીક્ષા નં-GJ-13-V-5524માં સવાર થયા હતાં અને માણાબા ગામાના પાટીયા પાસે પહોંચતા રિક્ષા પલ્‍ટી ખાઈ ગઈ હતી અને રીક્ષાના ઠાઠા બેઠેલ સમજુબેનને માથાના ભાગે તથા જમણા ખંભાની કાઠલીના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ સાથેના મુસાફરોને પણ નાની-મોટી ઇજાઓ પહોચી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:00 pm IST)