Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પોરબંદર-રાણાવાવ-આદિત્‍યાણાના ૧૭ કી.મી. રોડનું કામ નબળુ થઇ રહયાની ફરીયાદો

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્‍યાણા, તા., ૬ : પોરબંદર-રાણાવાવ વાયા આદિત્‍યાણા ૧૭ કીલોમીટર રોડનું ચાલી રહેલ કામ નબળુ થઇ રહયાની ફરીયાદો ઉઠી છે.

આ રોડની વહીવટી મંજુરી રૂા. પચીસ કરોડ જયારે તાંત્રીક મંજુરી ર૪.૩૪ કરોડ અને ટેન્‍ડર  ૭ ટકા નીચુ ર૧૬૯.૭૯ લાખનું મંજુર કરવામાં આવેલ હતું.

આ રોડ અમુક ભાગમાં ૭ મીટરનો છે  તે ૧૦ મીટર કરવાનો બંન્ને  બાજુ ૧.પ મીટર  ×૧.૫ મીટર વધારો ૧૦ મીટર કરવાનો છે.

અત્‍યારે આ રસ્‍તાનું કામ બંને બાજુ ૧.પ મીટર રસ્‍તો પહોળો કરવાનું કામ ચાલુ  થયેલ છે. તે કામ ફરીયાદો મુજબ સ્‍પેશીફીકેશન મુજબ થતુ નથી. ૧.પ મીટર વાઇડનીંગમાં ૧પ સેન્‍ટીમીટર રેતી નાખવાની હોય છ. તેની જગ્‍યાએ શરૂઆતમાં ફરીયાદો મુજબ  રેતીનું ચારણ નાખવાનું ચાલુ કરેલ પણ આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરને જણાવતા આ રેતીનું ચારણ પાછુ કઢાવેલ હતુ હજુ પણ જે રેતીનો ઉપયોગ કરવામાં આવે છે તે ધુળવારી અને નબળી ગુણવતાની રેતી વાપરવામાં આવે છે. ૧૫ સેન્‍ટીમીટરના બે થર કાકરાના વાપરવાના હોય છે. ૧પ સેન્‍ટીમીટર કાકરા પાથરી રોલીંગ કરી રોલથી દબાવી બાદમાં બીજી ૧પ સેન્‍ટીમીટર કાંકરા નાખવાની  હોય છે તેના બદલે એક સાથે ૩૦ સેન્‍ટીમીટર કાંકરા નાખી અને રોલ હલાવી પ્રેશર આપવામાં આવે છે. એટલે કાંકરા બરોબર દબાણા નથી અને બાદમાં ૧પ સેમી -૧પ સેમી કાકરા-કપચી પાણીથી મીકસ કરેલ મીટીરીયલ નાખવાનું હોય છે અને પાણી છાંટી આઠ દિવસ સુધી ઉપર રોલ ચલાવી પ્રેસીંગ કરવાનું હોય છે તે પણ થતુ નથી તેવી ફરીયાદો ઉઠી રહી છે.

ઉપરાંત આ કામની વિગત જણાવતુ બોર્ડ પણ કામની શરૂઆતમાં મારવાનું હોય છે. આ બોર્ડ પણ મારવામાં આવેલ ન હતું. બાદમાં એકઝીકયુટીવ એન્‍જીનીયરએ જણાવેલ કે આવા બોર્ડના ખર્ચનો એસ્‍ટીમેન્‍ટમાં સમાવેશ થતો નથી એટલે મારેલ નથી. ત્‍યાર બાદ  ભુલ સ્‍વીકારી બાદમાં એજન્‍સીને સુચના આપતા કામની વિગત અંગેનું બોર્ડ રસ્‍તામાં લગાવવામાં આવેલ હતું. નબળા રોડ કામમાં વીજીલન્‍સની તપાસ કરાવવા માંગણી ઉઠી છે.

(1:41 pm IST)