Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબીના મહિલા સફાઇ કર્મચારી ઉપર દુષ્‍કર્મ આચરનાર બે શખ્‍સો જેલ હવાલે

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૬ : મોરબીમાં મહિલા સફાઇ કર્મચારી ઉપર દુષ્‍કર્મ આચરનાર બે શખ્‍સોના રીમાન્‍ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા હતા.

મોરબીના રવાપર ગામ નજીક   મધરાત્રે રાત્રી સફાઈ કરતા આશરે ૫૫ વર્ષના મહિલા સફાઈ કર્મચારી ઉપર બે હવસખોરોએ ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્‍યાએ લઈ જઈ મોઢે ડૂમો દઈને દુષ્‍કર્મ આચર્યું હતું અને મહિલાને માર મારતા સિવિલ હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હા જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે  સીસીટીવી ફૂટેજને આધારે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા અને પંકજ અશ્વિનભાઈ પરમાર રહે મોરબી વાળાને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા જે રિમાન્‍ડ પૂર્ણ થતા આજે બંને ઇસમોને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્‍યા છે.

(3:00 pm IST)