Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટંકારા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરતા હિસાબ રજૂ ન કર્યા

લલિત કગથરાએ ૭.૦૯ લાખ ખર્ચ્‍યા, પણ હિસાબમાં ૩.૨૫ લાખ દેખાડ્‍યા : દુર્લભજીભાઈએ ૧૧.૬૬ લાખ ખર્ચ્‍યા, અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્‍યા

મોરબી તા. ૬ : ટંકારા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પૂરતા હિસાબ રજૂ ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે. લલિત કગથરાએ ૭.૦૯ લાખ ખર્ચ્‍યા, પણ હિસાબમાં ૩.૨૫ લાખ દેખાડ્‍યા હોય તથા દુર્લભજીભાઈએ ૧૧.૬૬ લાખ ખર્ચ્‍યા, અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્‍યો હોવાથી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ મોરબી- માળીયા બેઠકમાં ભાજપના કાંતિલાલ અમળતિયાએ ૧૦,૫૯,૬૬૭, કોંગ્રેસના જ્‍યંતિભાઈ જેરાજભાઈ પટેલે ૩,૩૦,૮૦૦, આપના પંકજભાઈ રાણસરીયાએ ૪,૧૩,૬૭૬ તેમજ અન્‍ય ૧૨ ઉમેદવારોએ ૧૧ હજારથી લઈ ૫૪ હજારનો ખર્ચ કર્યો છે. અપક્ષ અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. અન્‍ય અપક્ષ નિરુપાબેન નટવરલાલ માધુએ હિસાબ રજૂ ન કરતા નોટિસ અપાઈ છે.

ટંકારા પડધરી બેઠકમાં આપના સંજયભાઈ ભટાસણાએ ૩,૦૩,૩૨૭ તથા અન્‍ય બે ઉમેદવારોએ ૧૧ હજાર અને ૧૯ હજારનો ખર્ચ કર્યો છે. વાંકાનેર-કુવાડવા બેઠકમાં ભાજપના જીતેન્‍દ્ર સોમાણીએ ૪,૧૫,૩૧૫, કોંગ્રેસના પીરઝાદાએ ૬,૩૮,૯૯૪, આપના વિક્રમભાઈ સોરાણીએ ૨૮,૩૨૫ તથા અન્‍ય ૪ ઉમેદવારોએ ૨૮૦૦થી લઈને ૧૬ હજારનો ખર્ચ કર્યો છે. જ્‍યારે અન્‍ય ૬ ઉમેદવારોએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી.

(1:53 pm IST)