Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ફુલગ્રામમાં ૩ને મારી નાખનારને ફાંસીની સજા આપો

સુરેન્‍દ્રનગર જીલ્લામાં હત્‍યાના બનાવથી એક જ પરિવારના માતા-પિતા-દાદાની ૨ માસુમ સંતાનોએ છત્રછાયા ગુમાવી : આરોપી અગરચંદ ઉર્ફે અંગો સામે ભભૂકતો રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા)સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે હત્‍યાનો બનાવ સામે આવ્‍યો છે એક જ પરિવારના ત્રણ સભ્‍યોનું ગળું કાપી નાખી અને હત્‍યા કરી નાખવામાં આવી છે જેને લઈને ચકચાર મચી જવા પામ્‍યો છે ગામ પણ હિબકે ચડ્‍યું છે. જેને લઇને હાલની પરિસ્‍થિતિ મુજબ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણકે એક જ એવા નાના ગામમાં એક જ પરિવારના ત્રણ શખ્‍સોને ગળું કાપી નાખી અને હત્‍યાની નિપજાવા માં આવી છે.

 ઘટનાને લઈને સ્‍થાનિક પોલીસ જિલ્લા પોલીસવાળા અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો છે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે ત્‍યારે ધર્મેન્‍દ્રભાઇ હમીરભાઇ મેમકીયા ૩૦ એસ.ટી.ડ્રાઇવર દક્ષાબેન ધર્મેન્‍દ્ર ૩૦  હમીરભાઇ કાહરભાઇ ૭૫ નું ગળું કાપી નાખી હત્‍યા કરી નાખવામાં આવતા હાલમાં પરિવારજનો પણ શોકમગ્ન બન્‍યા છે આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.  ત્‍યારે ઘરના ત્રણ મોભીઓ ની છત્રછાયા ગુમાવી પરિવાર પણ રોજ વ્‍યક્‍ત કરી રહ્યો છે ત્‍યારે ઉલ્લેખીએ છે કે ઘર પાસેની ભૂગર્ભ ગટનની લાઈન નાખવા મામલે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી ત્‍યારે બપોરના સમયે ખેતરેથી કામ કરી અને પિતા પુત્ર અને પુત્ર વધુ કરે હોન્‍ડા ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન ઊભા રાખી અને ત્રણેયના છરી થી ગળા કાપી નાખી અને હત્‍યારાએ હત્‍યા કરી નાખી છે. જોકે આ મામલે હત્‍યાના આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે આરોપી અગરચંદની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લાના ફૂલગ્રામ માં છરીથી ગળા કાપી નાખી અને ત્રણ લોકોની હત્‍યા કરવામાં આવી છે ત્‍યારે આ મામલે બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે કારણ કે હત્‍યારાએ એટલું પણ ન વિચાર્યું કે બે બાળકોનું શું થશે અગર ચંદ નામના ઉર્ફે અગા નામના વ્‍યક્‍તિએ ત્રણ લોકોના ગળા કાપી નાખ્‍યા અને ફૂલ ગ્રામની એ શેરીમાં કીકીયારી સર્જાઈ છે ત્‍યારે એક પાંચ વર્ષની પુત્રી અને આઠ વર્ષના બાળકે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે ત્‍યારે હવે માતા-પિતાની છત્રછાયા ગુમાવ્‍યા બાદ પરિવાર સાથે પુત્ર અને પુત્રી પણ શોક ના વાતાવરણમાં ડૂબી ગયા છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લાના ફૂલગ્રામમાં ગળું કાપી અને ત્રણ લોકોની હત્‍યા કરવામાં આવી છે જેને લઇને સમગ્ર ગામ શોક મગ્ન બન્‍યું છે ગામમાં કોઈ દિવસ આવી ઘટના બની નથી ત્‍યારે આવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્‍યો છે એક સાથે ત્રણ લોકોની ગળું કાપી હત્‍યા કરવામાં આવી છે એક જ પરિવારનો માળો હવે વિખાઈ ચૂકયો છે પતિ પત્‍ની અને પિતાની હત્‍યા થતા હાલમાં પરિવાર શોક મગ્ન બન્‍યો છે ત્‍યારે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્‍તરે દોડી આવ્‍યો છે અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લા ના ફૂલગ્રામ જ હત્‍યા ની ઘટના બની છે ત્રણ લોકોના મોત નીપજ્‍યા છે ત્‍યારે આ મામલે કારણ બહાર આવ્‍યું છે કે ભૂગર્ભ ગટર અને ઘર પાસેના ચાલવાના રસ્‍તા મામલે છેલ્લા ઘણા સમયથી જે આરોપી છે તેની સાથે પરિવારને માથાકૂટ ચાલતી હતી ત્‍યારે આજે ખેતરેથી કામ કરી ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન શેરીમાં ઊભા રાખી અને પહેલા પતિ પત્‍નીના ગળા કાપી નાખ્‍યા અને ત્‍યારબાદ તેમના પિતા પાછળ આવતા હતા તેમના ગળા કાપી નાખી અને મોત નીપજાવવામાં આવ્‍યા છે.

 હત્‍યા કરનાર અગળચંદ ઉર્ફે અંગો પોલીસ પકડમાં આવી ચૂકયો છે ગામમાંથી ગ્રામજનોએ તેને પકડી અને પોલીસને સોંપી દીધો છે ત્‍યારે આ મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટના સ્‍થળ ની તપાસ લેવામાં આવી છે ત્‍યારે પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી તથા સ્‍થાનિક પોલીસની ઉપસ્‍થિતિમાં આરોપી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેને કડક સજા મળે તે પ્રકારે કલમો લગાડવામાં આવે તેવી હાથ જોડી અને માંગણી કરી છે કે એક જ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્‍યા થઈ જતા બનાવને લઇ અને જિલ્લામાં પણ ભારે ઉહાપો સર્જાયો છે.

(12:15 pm IST)