Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સાયલા પાસે કાર-ટ્રક વચ્‍ચે અકસ્‍માત : એકજ પરિવારના ૪ ના મોત

મોડાસાથી રાજકોટ હોસ્‍પિટલ આવી રહેલા પિતા ૨ પુત્રો અને ભત્રીજાના મોત થી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૭ : સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલાના ડોવડા ગામ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ છે જેને લઇને ઘટના સ્‍થળે ચાર વ્‍યક્‍તિઓના મોત નીપજવા પામ્‍યા છે ત્‍યારે મળતી માહિતી અનુસાર મોડાસાથી હોસ્‍પિટલના કામ અર્થે રાજકોટ જઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવર દ્વારા આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કારના ડ્રાઈવરે ધડાકા ભેર ટ્રક પાછળ ઇકો કાર અથડાવી છે અને ઘટના સ્‍થળે ચાર લોકોના મોત નીપજવા પામ્‍યું છે.

 અંગે સ્‍થાનિક પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ છે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્‍યારે વહેલી સવારે આકસ્‍માત સર્જાયો હોવાનું બહાર આવ્‍યું છે મોડાસાથી એક જ પરિવારના ચાર લોકો દવાખાને જઈ રહ્યા હતા ઇકો કારમાં દવાખાને રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડોળીયા નજીક ડ્રાઇવર દ્વારા ટ્રકના પાછળના ભાગે કાર ઘુસાડી દેવામાં આવતા ઘટના સ્‍થળે એક જ પરિવારના ચાર લોકોના મોતથી ચકચાર મચી જવા પામ્‍યો છે. ત્‍યારે હાઈવે પણ મોતની કીકીયરી થી ગુંજી ઉઠ્‍યો છે.

 ત્‍યારે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત પણ ઘટના સ્‍થળે દોડી ગયા છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યું છે ત્‍યારે આ પરિવાર મોડાસાનું હોવાનું ખુલવા પામ્‍યું છે પરિવારજનોને પણ આ બાબતની જાણ કરી અને સાયલા ખાતે બોલાવી અને તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે ને આ બાબતે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે તે ઉલ્લેખની જગ્‍યાએ હોસ્‍પિટલના કામ માટે મોડાસા થી વહેલી સવારે eeco કારમાં નીકળ્‍યા હતા ડોળીયા બાઉન્‍ડ્રી નજીક અકસ્‍માત સર્જાયો છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલાના ડોળીયા ગામ પાસે ગમખ્‍વાર અકસ્‍માતો સર્જાયો છે ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતા ઘટના સ્‍થળે ચાર લોકોના મોત નીપજવા પામ્‍યા છે. ત્‍યારે આ મામલે ૧૦૮ મારફતે તમામ મળતકોની ડેડબોડીને ઇકો કારમાં થી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે તમામ મળતકોની ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે ખાંટ પરિવાર હોવાનું પણ બહાર આવ્‍યું છે ત્‍યારે હજુ સુધી મળતકોની કોઈ ઓળખ થઈ નથી આ બાબતે તપાસ કામગીરી સ્‍થાનિક પોલીસ અને જિલ્લા પોલીસવડા ઘટના સ્‍થળે દોડી જઈ હાથ ધરી રહ્યા છે.

મળતી વિગત અનુસાર મોડાસાથી ઇકો કાર લઈ અને વહેલી સવારથી ખાંટ પરિવારના ચાર સભ્‍યો દવાખાને જઈ રહ્યા હતા તે દરમિયાન ઇકો કાર ટ્રક પાછળ ડોડીયા ગામ નજીક ખુશી જતા ઘટના સ્‍થળે ચાર લોકોના મોત નીપજવા પામ્‍યા છે ત્‍યારે બે પુત્ર પિતા અને ભત્રીજા નું ઘટના સ્‍થળે મોતની નિપજતા ચકચાર મચી જવા પામ્‍યો છે એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્‍યાપી જવા પામી છે સિવિલ હોસ્‍પિટલ ડેડ બોડીયો થી ભરાઈ ચૂકી હોય તેવા દ્રશ્‍યો પણ સામે આવ્‍યા છે આ મામલે ડોકટરી ટીમનો કાફલો પણ સુરેન્‍દ્રનગરની સાયલા સિવિલ હોસ્‍પિટલ ખાતે પીએમ માટે રવાના થયો છે.

 મોડાસા થી વહેલી સવારે પિતાની દવા લેવા રાજકોટ સિવિલ હોસ્‍પિટલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડોળીયા નજીક બંધ ટ્રક પાછળ ઇકો કાર ધડાકા છે તમામના જે ઇકો કાર છે તેમ જ મોત નીપજવા પામ્‍યા છે જોકે આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા પિતાની દવા લેવા મોડાસાથી રાજકોટ તરફ સવારે ૫:૦૦ વાગ્‍યે નીકળ્‍યા હતા ત્‍યારે બે પુત્ર અને ભત્રીજો પણ કામ અર્થે સાથે હતા તેમનું પણ આ અકસ્‍માતમાં મોત નીપજવા પામ્‍યું છે ત્‍યારે આ મામલે ખાટ પરિવાર શોક મગ્ન બન્‍યો છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ અને રાજકોટ હાઇવે ઉપર અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લાના હાઇવે ગોઝારા સાબિત થઈ રહ્યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ત્રણ મહિનામાં ૧૭ લોકોના અકસ્‍માતના પગલે મોત નીપજવા પામ્‍યા છે જેમાં બંધ ટ્રક પાછળ વાહન ઘૂસી ગયું હોય અને મોત નીપજ્‍યું હોય તેવા ૧૭ લોકોના મોત નો આંકડો સામે આવી રહ્યો છે ત્‍યારે આ એક ગંભીર પ્રકારની ઘટના કહી શકાય રાત્રિ દરમિયાન બંધ ટ્રક વગર સાઈડ સિંગલ આપીએ આવી ઉપર પાર્ક કરી દેવામાં આવી રહ્યા છે જેને લઈને આવા મોટા અકસ્‍માતો સર્જાયા કરે છે ત્‍યારે આજે વધુ એક અકસ્‍માતમાં ચાર લોકોના એક જ પરિવારના સભ્‍યોના મોત નીપજ્‍યા છે.

(12:18 pm IST)