Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સર્વત્ર ઝાકળવર્ષાઃ માળીયા મિંયાણાના પાસે ૫૦ વાહનો એકબીજા પાછળ ટકરાયા મિશ્ર હવામાનનો માહોલ યથાવતઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડકમાં રાહત યથાવત

તસ્વીરમાં ગોîડલ અને આટકોટ પંથકમાં છવાયેલ ઝાકળ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોîડલ, કરશન બામટા-આટકોટ)

રાજકોટ, તા., ૭ :  રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે. માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થાય છે.

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકોને ઠંડીમાં રાહત મળી છે અને આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે. આજે વહેલી સવારે માળીયા મિયાણાથી હળવદ રોડ ઉપર અમદાવાદ તરફ જતા રસ્‍તા ઉપર અસંખ્‍ય વાહનો ઝાકળના કારણે એકબીજાની સાથે ટકરાયા હતા

હળવદ-મોરબી

(દિપક જાની-પ્રવિણ વ્‍યાસ દ્વારા) હળવદ-મોરબીઃ માળીયા મિંયાણા-હળવદ રોડ ઉપર અમદાવાદ જવા તરફના રોડ ઉપર ર૦ થી પ૦ જેટલા વાહનો આજે સવારે ઝાકળના કારણે એકબીજા પાછળ ટકરાયા હતા અને ટ્રાફીક જામ થયો હતો. જો કે સદનશીબે જાનહાની થઇ ન હતી.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢ સહીત સોરઠના વાતાવરણમાં આજે સવારે પલ્‍ટો આવતા ધુમ્‍મસ છવાઇ ગયું હતું.

ધુમ્‍મસનું આક્રમણ સવારના ૯ વાગ્‍યા સુધી રહેતા વાહન ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.

જુનાગઢનો ગિરનાર અને દાતારનું લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી રહયું હતું જયારે જુનાગઢમાં તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની ગતી પ.૬ કિ.મી.ની રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ જસદણ આટકોટ સહીત વિસ્‍તારોમાં પંથકમાં ભારે ધુમ્‍મસ છવાયેલું રહયું છે. વહેલી સવારથી ધુમ્‍મસ છવાયું છે. ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. માવઠુ પછી ધુમ્‍મસથી જીરૂ પાકને નુશાનીની ભીતી સેવાઇ છે. રોડ રસ્‍તા ભીના જોવા મળ્‍યા છે. રોડ પર દુર સુધી દેખાતુ ન હતું. એટલુ ગાઢ ધુમ્‍મસ છવાયેલુ રહયું હતું. વાહનો ઇન્‍ડીકેટર ચાલુ રાખી વાહન ચલાવવુ પડતું હતું.

 

 

(12:26 pm IST)