Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જસદણના ગઢડીયાના ગામના યુવક સંતોષ ડેરીવાળીયાની ભાદર નદીમાંથી લાશ મળી

મૃતકની લાશ પાસે દારૂની કોથળી મળી આવતા નશામાં દિવાલ પરથી પડી જતા મોત થયાની પોલીસને આશંકા : મૃતકના મોટાભાઇએ હત્‍યાની શંકા વ્‍યકત કરી

(નરેશ ચોહલીયા) જસદણ, તા. ૭ : જસદણમાં આવેલ જૂની નગરપાલિકાની પાછળથી પસાર થતી ભાદર નદીમાંથી ગઢડીયા (જસ) ગામના  યુવકની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોમાં કલ્‍પાંત મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગઢડીયા(જસ) ગામે રહેતો અને જસદણમાં મજૂરીકામ કરતા સંતોષ સામતભાઈ ડેરવાળીયા (ઉ.વ.૨૫) ની જસદણની જૂની નગરપાલિકાની પાછળથી પસાર થતી ભાદર નદીમાંથી શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.રાદડીયા સહિતનો કાફલો તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો મળતદેહનો કબજો લઈ પીએમ અર્થે જસદણની સરકારી હોસ્‍પીટલે ખસેડ્‍યો હતો.

 બનાવની જસદણ પોલીસે તપાસ કરતા મળતક યુવાન જસદણની જૂની નગરપાલિકાની દીવાલ પર સુતો હશે. ત્‍યારે અચાનક દીવાલ ઉપરથી ભાદર નદીમાં નીચે પટકાતા મોત થયું હોવાનું તેમજ મળતક યુવાનની લાશની બાજુમાંથી દેશીદારૂની કોથળીઓ મળી આવતા મળતક યુવાન નશાની હાલતમાં જ નીચે પડી ગયો હોવાની પોલીસે આશંકા વ્‍યક્‍ત કરી હતી. વધુમાં મળતક ચાર ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો અને પોતે અપરણિત હોવાનું જસદણ પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું. આ બનાવ અંગે  જસદણ પોલીસે મળતક યુવાનના પરિવારજનોના નિવેદનો લઈ આગળની તજવીજ હાથ ધરી છે.

દરમિયાન મૃતકના મોટાભાઇ મનસુખભાઇ ડેરવાળીયાએ જણાવ્‍યું હતું કે, મારાભાઈ સાથે શું બનાવ બન્‍યો છે તેની અમને ખબર નથી. આ બનાવમાં અમને શંકા છે કે કોઈએ મારા ભાઈ સાથે માથાકૂટ કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. કારણ કે મારાભાઈનો શર્ટ ફાટેલી હાલતમાં મળ્‍યો છે. મને આ બનાવની સાંજના ૫ વાગ્‍યે ખબર પડતા હું ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો ને જોયું તો મારોભાઈ મળત હાલતમાં પડ્‍યો હતો. મારોભાઈ આજે જસદણના છત્રીબજારમાં મજૂરીકામે આવ્‍યો હતો. તેની લાશ પાસેથી દેશીદારૂની કોથળીઓ તો મળી છે પણ તેનો શર્ટ ફાટેલો છે એટલે અમને હત્‍યાની શંકા છે. તેની સાથે શું બન્‍યું હશે તેની મને ખબર નથી

(2:02 pm IST)