Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાંથી ચાર મહિનાથી પેરોલ રજા મેળવી ફરાર થયેલ આરોપીને બાંટવાથી પકડી પાડતી જુનાગઢ પેરોલ ફર્લો સ્‍કોડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭:  જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્‍ટેશનો મા ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓ ને પકડવા સારૂ બાંટવા શહેર વિસ્‍તાર મા પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમી રાહે હકિકત મળેલ કે રાજકોટ જેલ માંથી પેરોલ રજા મેળવી ફરાર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ મા સજા ભોગવતા સી.આર.પી.સી.૧૨૫ પાકા કામના કેદી નરેન્‍દ્રભાઈ ઉર્ફે સંજયભાઈ મૂળજીભાઈ ચાવડા ઊ.વ.૩૭ રહે.કેશોદ જી. જુનાગઢ ૨/૧૧/૨૦૨૨ ના રોજ મુદત પૂર્ણ થયે જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઈ પોતાની મેળે બારોબાર ફરાર થઈ ગયેલ હોય  આરોપી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે  વાળા અત્‍યારે બાંટવા વણકર વાસ વિસ્‍તારમા છે તેવી હકીકત મળતા ઉકત જગ્‍યા એ જઇ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્‍યાથી મળી આવતા તેઓનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ સંજયભાઈ મૂળજીભાઈ ચાવડા ઊ.વ.૩૭ રહે.કેશોદ  બતાવતો હોય આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય તેઓને હસ્‍તગત કરી આગળ ની કાર્યવાહી કરવા સારૂ જુનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(1:10 pm IST)