Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સુન્‍ની મુસ્‍લિમ જમાત વેરાવળ દ્વારા ૨૫૦ દીકરીઓને નિઃશુલ્‍ક શિવણ કોર્ષ શિખવાડાયો

આજની દીકરી બુરખા (પરદા)માં પણ શિક્ષણ લઇ પાયલોટ બની શકે છે : અફઝર સર

વેરાવળ,તા. ૭ : વેરાવળ તાલુકા માં હમેશા સામાજીક અને ધાર્મિક કાર્યો માટે જાણીતી સંસ્‍થા એ દીકરીઓ માટે ખૂબ જ સરસ અને નારી સશક્‍તિરણ માટે સરાહનીય કામગીરી કરેલ છે.છેલ્લા ૩ વર્ષથી સંસ્‍થા દ્વારા દીકરીઓને નિઃશુલ્‍ક સીવણ શીખવાડે છે અને હાલ આ કોર્ષ ૨૫૦ થી વધુ દિકરીઓ એ પૂર્ણ કરેલ છે.જે બાબતે તુરક જમાત ખાના ખાતે એક પ્રમાણપત્ર વિતરણનાં કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ તકે ખાસ ડોકટર રીઝવાના મન્‍સૂરી, સી.બી. એસ. ઈ. ટીચર યાસ્‍મીન મેમ ભરૂચા,એડવોકેટ સુમૈયા મન્‍સૂરી, મ્‍હેંદી અને સીવણ એક્‍સપર્ટ રસીદા આપા ચાંચિયા ને આમંત્રિત કરવામાં આવેલ હતા અને તમામે એક જ સંદેશ આપેલ હતું કે આજ ની દીકરી આવનાર સમય ની ‘માં' છે તો શિક્ષણ મેળવી ને સાથે સાથે હુનરમન્‍દ થઈ પગભર થઈ પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કરવું જોઈએ આજની દીકરી બુરખા માં પણ પાઇલોટ બની શકે છે તો દિન અને દુનીયવી ઈલમ મેળવી મુસ્‍લિમ દીકરીઓને કામયાબ થવું જોઈએ કારણ કે એક ઙ્કમાંઙ્ઘ એ ૧૦૦ શ્રેષ્ઠ શિક્ષક બરાબર હોય છે અને બાળકના ઘડતર માં માં નુંખૂબ મહત્‍વનું અને આગવું સ્‍થાન હોય છે તેવી શીખ આપેલ હતી.

આ તકે સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ મૌલાના અબ્‍દુલ રઝાક,હાજી અ.મજીદ દીવાન,ડોકટર અસ્‍લમ ખત્રી,હાજી અ.ગફાર ખાન, અફઝલ સર,હાજી પંજા, હનીફ જીવા,ફારૂક ધુલિયા, અ.કાદીર મેવાતી,હાફિઝ સબ્‍બીર મહિડા, અલતમ્‍સ પંજા,દાનિશ ચાંચિયા,નદીમ મુગલ,સરફરાઝ મેવાતીઅને સંસ્‍થાના કાર્યકરો એ કાર્યક્ર્‌મ ને સફળ બનાવેલ હતી.

(1:11 pm IST)