Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જેતપુરમાં હનીટ્રેપમાં ફસાવી-ત્રાસ આપતાઆપઘાત કેસમાં દંપતીની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૭ :.. શહેરમાં મહિલા સહિત ત્રણ શખ્‍સોને હનીટ્રેપમાં ફસાવી ત્રાસ આપતા કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસે પત્‍ની-પત્‍નીની અટક કરી છે.

અત્રેના અમરનગર રોડ વિસ્‍તારમાં રહેતા હરેશભાઇ વણજારાના નાનાભાઇ હર્ષદભાઇ જયંતીભાઇ વણજારા કે જેઓ જીજેબી.માં નોકરી કરે છે તે તેના ભાઇ સાથે રહે છે. તે દિવસ પહેલા ઘેર આવેલ ત્‍યારે તે ટેન્‍શનમાં હોય રાજેષભાઇએ પુછતા જણાવેલ કે તેને સોનલબેન અને રાજેશ પરમાર હેરાન કરે છે.

અને રૂપિયાની ઉઘરાણી કરે છે.  સટો થઇ ગયા બાદ સવારે હર્ષદભાઇ ન દેખાતા બીજા રૂમમાં ચેક કરતા તેનો ગળાફાંસો ખાધેલ હાલતમાં હોય પોલીસને જાણ કરી પી.અમ. માટે ખસેડેલ.

પોલીસમાં હર્ષદભાઇના મોટાભાઇ રાજેષભાઇએ પોલીસમાં પોતાના ભાઇને મરવા માટે મજબુર કર્યાનું જણાવેલ દરમ્‍યાન પોલીસને બનાવના સ્‍થળેથી એક બુકના છેલ્લા પાને લખેલ એક સ્‍યુસાઇડ નોટ મળેલ જેમાં ત્રણ લોકો સોનલબેન પરમાર, તેનો પતી રાજુહરીભાઇ પરમાર તેનો બનેવી સોભલાલ (રહે. ધણફલીયા), ર,પ૦ લાખ પડાવી લીધેલ હોય અને છેલ્લા પાંચ વર્ષથી હેરાન કરતા હોય અને વધુ રૂપિયાની માંગણી કરતા હોવાનું લખેલ જેથી પોલીસે ત્રણે શખ્‍સો વિરૂધ્‍ધ ગૂન્‍હો નોંધી વધુ તપાસ કરતા હર્ષદભાઇને આ ટોળીકીએ હનીટ્રેપમાં ફસાવેલ જેનું સમાધાન કરેલ તેની સામે પોલીસમાં અરજી કરેલ કે જેમાં ૧ લાખ રૂપિયા વ્‍યાજે લીધેલ અને આ બન્ને શખ્‍સોએ ર,૪ લાખની ઉઘરાણી કરી હાલત ખરાબ કરી દેવાની ધમકી આપતા હતા જેવી ૪ લાખ રૂપિયા આપી સમાધાન કરેલ.

બે વર્ષ પહેલા રાજૂભાઇ પાસેથી રૂા. પ.૬૮ લાખ અને તેના પિતાની વિમા  પોલીસીના મળી કુલ રૂા. ૭ લાખ જે કોને આપવાના છે તેની કોઇ ચોખવટ કરેલ ન હતી. જેથી તે લોકો ત્રાસ આપતા હોવાની શંકા દર્શાવેલ છે.

પોલીસે ત્રણે શખ્‍સો સોનલબેન રાજૂ પરમાર, (રહે. બન્ને ટાકૂડીપરા) તથા તેનો બનેવી શાંતીલાલ (રહે. ઘણફુલીયા) વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૬, ૩૮૪, ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી પતી-પત્‍ની સોનલબેન અને રાજૂ પરમારની અટક કરી અને ત્રીજા આરોપીની શોખખોળ હાથ ધરી છે.

(2:03 pm IST)